GST Collection: GST ક્લેશનથી આવ્યાં રૂપિયા 2.03 લાખ કરોડ, સપ્ટેમ્બરમાં 15 ટકાનો થયો વધારો

GST Collection:કૂલ GST વસૂલાત સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 14.7 ટકા વધીને રૂપિયા 2.03 લાખ કરોડથી વધારે થયું છે. ઘરેલુ વપરાશ અને આયાતથી થતી આવકમાં મજબૂત વધારો થવાને લીધે GST કલેકશનમાં વધારો નોંધવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 01 Oct 2026 11:57 PM (IST)Updated: Thu, 01 Oct 2026 11:57 PM (IST)
government-receives-rs-203-lakh-crore-from-gst-collection
GST-One-Nation-1784715981929.jpg

GST Collection:કૂલ GST વસૂલાત સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 14.7 ટકા વધીને રૂપિયા 2.03 લાખ કરોડથી વધારે થયું છે. ઘરેલુ વપરાશ અને આયાતથી થતી આવકમાં મજબૂત વધારો થવાને લીધે GST કલેકશનમાં વધારો નોંધવામાં આવી છે. જોકે, સપ્ટેમ્બરમાં GST રિફંડ 3 ટકા ઘટી રૂપિયા 27,001 કરોડ રહ્યું છે. રિફંડને હટાવ્યા બાદ સપ્ટેમ્બરમાં ચોખ્ખી GST કલેક્શન 18.1 ટકા વધી 1.76 લાખ કરોડથી વધારે રહી છે. 

ઘરેલુ પ્રવૃત્તિઓથી લઈ GST વસૂલાત 10.1 ટકા વધી આશરે રૂપિયા 1.38 લાખ કરોડ જ્યારે આયાતથી મળતી આવક 26 ટકા વધી રૂપિયા 65,525 કરોડ થઈ છે. વર્તમાન નાણાકીય વર્ષમાં આ ત્રીજો મહિનો છે. જ્યારે ગ્રોસ GST કલેક્શન રૂપિયા 2,00,000 કરોડ પાર થઈ છે. આ અગાઉ એપ્રિલ મહિનામાં GST વસૂલાત આશરે રૂપિયા 2.43 લાખ કરોડ અને જુલાઈમાં રૂપિયા 2.11 લાખ કરોડથી વધારે રેકોર્ડ લેવલ પર પહોંચી ગયું હતું.

નાણાકીય વર્ષન પ્રથમ છ મહિનામાં 11.6 ટકા વધી GST કલેક્શન

નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર)માં કૂલ GST કલેક્શન 11.6 ટકા વધી રૂપિયા 12.46 લાખ કરોડથી વધારે રહ્યું છે. આ દરમિયાન ચોખ્ખી કલેક્શન 10.4 ટકા વધી રૂપિયા 10.66 લાખ કરોડથી વધારે થઈ ગઈ.