GST Return:GST રિટર્ન સુધારવા માટે સરકારે શરૂ કરી નવી વિન્ડો, કરદાતા QR કોડ સ્કેન કરી કરી શકે છે રજૂઆત

GST Return:નાણાં વિભાગે કરવેરા અંગે કરદાતા પાસેથી સૂચનો મેળવવા માટે એક ખાસ વ્યવસ્થાની જાહેરાત કરી છે અને તે અંતર્ગત કરદાતા સીધા જ સરકાર સમક્ષ જીએસટી સંબંધિત રિટર્નમાં સુધારા અંગ સૂચનો રજૂ કરી શકશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 08:12 AM (IST)Updated: Wed, 25 Nov 2026 08:12 AM (IST)
government-opens-new-window-for-gst-return-rectification-taxpayers-can-submit-requests-by-scanning-a-qr-code

GST Return:નાણાં વિભાગે કરવેરા અંગે કરદાતા પાસેથી સૂચનો મેળવવા માટે એક ખાસ વ્યવસ્થાની જાહેરાત કરી છે અને તે અંતર્ગત કરદાતા સીધા જ સરકાર સમક્ષ જીએસટી સંબંધિત રિટર્નમાં સુધારા અંગ સૂચનો રજૂ કરી શકશે. એટલે કે હવે કરદાતા જીએસટીને લગતા તેમના સૂચનોને સીધા ચોક્કસ વિન્ડો મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી શકશે.

ઈનપુટ ટેક્સ ક્રેડિટ

સરકાર GST રિટર્નમાં ચોક્કસ ચુકવણી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટને લગતા સુધારા વધારા તથા ફેરફારો અંગે નવી વ્યવસ્થા રજૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. જેથી રિટર્ન ભરવાના સંજોગોમાં કરદાતાને જે ભૂલ થયેલી હોય છે તેને સુધારવા માટે યોગ્ય સમય મળી રહે તથા સુધારા માટે જાહેર ચર્ચા મારફતે ચોક્કસ અભિપ્રાય પણ મેળવી શકાય.

આ સમાચારા પણ વાંચોઃNPS vs EPF:NPS અને EPF પૈકી કોણ વધારે સારું રિટાયરમેન્ટ ફંડ તૈયાર કરી આપે છે, આ સંપૂર્ણ ગણતરીને સમજો અને યોજના તૈયાર કરો

30 નવેમ્બરની ડેડલાઈન 

સરકાર દ્વારા આ માટે 30 નવેમ્બરની ડેડલાઈન આપવામાં આવી છે અને આ માટે સરકારે સૂચનો સંબંધિત માહિતી મોકલવા માટે બિલકુલ સરળ રીતનું સૂચન કર્યું છે. તેના માટે કોઈ જ પ્રકારના કાગજી આપલે કરવાની જરૂર નથી, પણ ઘરેબેઠા જ QR કોડને સ્કેન કરીને આ અંગે પોતાની રજૂઆત ગણતરીના સમયમાં જ મોકલી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે GST સંબંધિત આ સૂચનો સંપૂર્ણપણે ફ્રી અને સ્વૈચ્છીક છે, તેને લગતો કોઈ જ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. જો કે આ માટે પોર્ટલ પર આપવામાં આવેલ સૂચનોનું યોગ્ય સ્તરે પાલન કરવું ખૂબ જરૂરી છે. આ માટે ગેરમાર્ગે દોરતી, કાયદાકીય રીતે લેખન સામગ્રીથી વિપરીત કે અપમાનજનક સ્થિતિ ધરાવતી હોવી જોઈએ નહીં.

 સીબીઆઈસી દ્વારા રજૂઆત

કરદાતા સરકાર તરફથી રજૂ કરવામાં આવેલ QR કોડ પર 30 નવેમ્બર 2026 સુધીમાં સ્કેન કરીને પોતાના સૂચનોને મોકલી શકે છે. આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ-સીબીઆઈસી દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવામાં આવી છે.