8th Pay Commission: સરકારી કર્મચારીઓને એક સાથે 20 મહિનાનું એરિયર મળશે, 8માં પગાર પંચ તરફથી મળી શકે છે ખુશીના સમાચાર

8માં પગાર પંચની ભલામણો સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ અવધિ વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં પૂરી થવા જઈ રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 06 Jun 2026 03:40 PM (IST)Updated: Sat, 06 Jun 2026 03:40 PM (IST)
government-employees-may-get-20-months-of-salary-arrears-in-the-8th-pay-commission

8th Pay Commission Latest:સરકારી કર્મચારીઓ માટે રચવામાં આવેલા 8માં પગાર પંચ (8th Pay Commission)એ સરકારને ભલામણ સોંપવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીના ભાગરૂપે પંચે દેશના વિવિધ શહેરોમાં બેઠકો યોજી છે તે ઉપરાંત કર્મચારી સંગઠનો, પેન્શનર્સ અને અન્ય હિતધારકો પાસેથી યોગ્ય સૂચનો પણ મેળવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન નવા પગાર પંચમાં પગાર અને એરિયરને લઈ ગણતરી કરવામાં આવી રહી છે.

20 મહિનાનું એરિયર મળશે

8માં પગાર પંચની ભલામણો સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ અવધિ વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં પૂરી થવા જઈ રહી છે. જોકે હજુ સુધી જે ઝડપ જોવા મળી છે તે પ્રમાણે આગામી એક અથવા બે મહિનામાં જ આ ભલામણો સોંપવામાં આવી શકે છે.આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે સરકાર, પગાર પંચની ભલામણોને બેકડેટમાં જઈ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તે રીતે એરિયર્સ અંગે વિચારણા કરી શકે છે. જો આમ થાય છે તો કર્મચારઓને 20 મહિનાનું એરિયર મળી શકશે.

સામાન્ય રીતે એરિયરની ચુકવણી તે તારીખથી કરવામાં આવે છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે. કહેવાનો અર્થ એ થાય છે કે જો સુધારા સાથે પગાર પંચ લાગુ કરવામાં આશરે 20 મહિનાનો વિલંબ થઈ શકે છે, તો કર્મચારીઓને તેમના મૂળ પગાર અને નવા ફિટમેન્ટ ફેક્ટર અંતર્ગત સુધારા સાથે મૂળ પગાર વચ્ચે અંતરના આધારે એરિયર મળી શકે છે.

કેટલું એરિયર મળશે

આ બાબતનો આધાર પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ પર રહેશે. જો સરકાર 2.57 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો એરિયર તરીકે મોટી રકમ મળશે. આ સ્થિતિમાં લેવલ-10 કર્મચારીને 20 મહિનાની અવધિ માટે આશરે 17.62 લાખ રૂપિયાનું એરિયર મળી શકે છે.

જ્યારે કર્મચારી સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે 2.86 ફિટમેન્ટ ફેક્ટરની સ્થિતિમાં એરિયરનો આંકડો વધારે મોટો હોઈ શકે છે. અનુમાન છે કે લેવલ-10 કર્મચારીઓ આશરે રૂપિયા 20.87 લાખ, લેવલ-9ને રૂપિયા 19.75 લાખ અને લેવલ-8ને રૂપિયા 17.71 લાખ સુધી એરિયર મળી શકે છે. આ કર્મચારી સંગઠન 3 અથવા તેનાથી વધારે ફિટમેન્ટ ફેક્ટરને લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે.