German Green Steel And Power: ગુજરાત સ્થિત જર્મન ગ્રીન સ્ટીલ અને પાવરે IPO માટે DRHP દાખલ કર્યુ

બુક-રનિંગ લીડ મેનેજરો સાથે પરામર્શ કરીને કંપની પ્રી-IPO પ્લેસમેન્ટ પર વિચાર કરી શકે છે. પ્રી-IPO પ્લેસમેન્ટ જો હાથ ધરવામાં આવે તો તે ફ્રેશ ઇશ્યૂના કદના 20%થી વધુ હોવો જોઈએ નહિ.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 01 Jul 2025 08:24 PM (IST)Updated: Tue, 01 Jul 2025 08:24 PM (IST)
german-green-steel-and-power-files-drhp-for-ipo
HIGHLIGHTS
  • આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે
  • જર્મન ગ્રીન સ્ટીલ અને પાવર લિમિટેડ સંકલિત આયર્ન અને સ્ટીલ ઉત્પાદક છે

German Green Steel And Power: ગુજરાત સ્થિત જર્મન ગ્રીન સ્ટીલ અને પાવર લિમિટેડે પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. રૂપિયા 10/-ની મૂળ કિંમત ધરાવતો આ IPO રૂપિયા 450 કરોડ સુધીના નવા શેર અને ઇનામુલહક શમસુલહક ઇરાકી દ્વારા 10,00,000 ઇક્વિટી શેર અને અબ્દુલહક શમસુલહક ઇરાકી દ્વારા 10,00,000 ઇક્વિટી શેર ઓફર ફોર સેલનું મિશ્રણ છે.

ગુજરાતના કચ્છના સામખિયાળી ખાતે તેની ઉત્પાદન સુવિધાના વિસ્તરણ અને હાઇબ્રિડ પવન અને સૌર ઊર્જા પ્લાન્ટ (પ્રોજેક્ટ) માટે તેમ જ કંપનીની મૂડી ખર્ચ જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે તેના નવા ઇશ્યૂમાંથી રૂપિયા325.21 કરોડની સુધીની રકમનો સમાવેશ થાય છે. કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધારના સંપૂર્ણ અથવા આંશિક રીતે પૂર્વ ચુકવણી અથવા ચુકવણી માટે રૂપિયા 55.01 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા ઈશ્યૂથી મેળવેલી રકમનો ઉપયોગ કરાશે.

બુક-રનિંગ લીડ મેનેજરો સાથે પરામર્શ કરીને કંપની પ્રી-IPO પ્લેસમેન્ટ પર વિચાર કરી શકે છે. પ્રી-IPO પ્લેસમેન્ટ જો હાથ ધરવામાં આવે તો તે ફ્રેશ ઇશ્યૂના કદના 20%થી વધુ હોવો જોઈએ નહિ. જો આવી પ્લેસમેન્ટ પૂર્ણ થાય છે તો ફ્રેશ ઇશ્યૂનું કદ ઘટાડવામાં આવશે. આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

DRHP માં ઉલ્લેખિત CARE રિપોર્ટ અનુસાર, જર્મન ગ્રીન સ્ટીલ અને પાવર લિમિટેડ સંકલિત આયર્ન અને સ્ટીલ ઉત્પાદક છે જે મુખ્યત્વે ભારતના પશ્ચિમી ક્ષેત્રમાં કાર્યરત છે, ગુજરાતમાં મજબૂત હાજરી ધરાવે છે અને TMX બાર્સ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં મુખ્યત્વે TMT બાર્સ, MS બિલેટ્સ અને સ્પોન્જ આયર્નનો સમાવેશ થાય છે. તેની TMT બાર ઉત્પાદન ક્ષમતા 8 mm થી 40 mm સુધીની છે. તે માને છે કે તેણે ગુજરાત રાજ્યમાં TMT બાર્સ માટે જર્મન TMT ને એક લોકપ્રિય બ્રાન્ડ તરીકે વિકસાવ્યું છે.

તેની પાસે ગુજરાત રાજ્યમાં સ્થિત બે (2) ઉત્પાદન સુવિધાઓ છે (ઉત્પાદન સુવિધા), એક સામખિયાળી ખાતે અને બીજી વિરમગામ ખાતે, જે તેની મટિરિયલ સબસિડિયરી - જર્મન TMX પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે.

31 ડિસેમ્બર, 2024 સુધીમાં, તેની ઉર્જા જરૂરિયાતોનો આશરે 67.72% તેના કેપ્ટિવ પાવર પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ દ્વારા પૂર્ણ થાય છે. તે વધારાના હાઇબ્રિડ વિન્ડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરીને વીજળી ગ્રીડ પરની તેની નિર્ભરતાને વધુ ઘટાડવાનો ઇરાદો ધરાવે છે.

તેનો વ્યવસાય મુખ્યત્વે ત્રણ (3) મુખ્ય પ્રકારના ગ્રાહકો, એટલે કે વિતરકો, ડીલરો અને સંસ્થાકીય ગ્રાહકો સાથે બિઝનેસ-ટુ-બિઝનેસ ધોરણે હાથ ધરવામાં આવે છે. વધુમાં, તે તેની વેચાણ અને માર્કેટિંગ ટીમ દ્વારા સંસ્થાકીય ગ્રાહકોને સીધું વેચાણ પણ કરે છે. તેના સંસ્થાકીય ગ્રાહકો કોર્પોરેટ અને રોડવે, એન્જિનિયરિંગ સેવાઓ, થર્મલ પ્લાન્ટ અને રિયલ એસ્ટેટ સહિત વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત અન્ય સંસ્થાઓ છે.

જર્મન ગ્રીન સ્ટીલ અને પાવરની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2022 માં રૂપિયા 892.25 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024માં રૂપિયા 1,129.78 કરોડ થઈ છે. EBITDA નાણાકીય વર્ષ 2022માં રૂ. 39.15 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024 માં રૂપિયા 80.11 કરોડ થઈ છે, જેમાં EBITDA માર્જિન નાણાકીય વર્ષ 2022 માં 4.39% થી વધીને નાણાકીય વર્ષ 2024માં 7.09% થયું છે જે મજબૂત કાર્યકારી કામગીરી દર્શાવે છે.

કર પછીનો નફો નાણાકીય વર્ષ 2022માં રૂપિયા 34.16 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024 માં 10.43% ના CAGR પર વધીને રૂપિયા 41.67 કરોડ થયો. 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા નવ મહિનાના સમયગાળા માટે, કામગીરીમાંથી આવક, EBITDA અને કર પછીનો નફો અનુક્રમે રૂપિયા 979.79 કરોડ, રૂપિયા 68.18 કરોડ અને રૂપિયા 32.07 કરોડ રહ્યો.

સિસ્ટેમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ અને એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે. ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાનો પ્રસ્તાવ છે.