Forex Reserves:દેશનું વિદેશી હૂંડિયામણ 14.14 અબજ ડોલર વધી 707 અબજ ડોલરને પાર થયું

7 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ $14.14 અબજ વધીને $707 અબજ થયું છે, તેમ RBIએ જણાવ્યું. વિદેશી મુદ્રા ભંડોળમાં સૌથી મોટો હિસ્સો ધરાવતી ફોરેન કરન્સી એસેટ્સમાં પણ $9.95 અબજનો વધારો નોંધાયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 14 Aug 2026 08:28 PM (IST)Updated: Fri, 14 Aug 2026 08:28 PM (IST)
forex-reserves-countrys-foreign-exchange-reserves-increase-by-1414-billion-to-cross-707-billion

Forex Reserves:દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં આ સપ્તાહ દરમિયાન શાનદાર ઉછાળો આવ્યો છે. 7 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ (Forex Reserve) 14.14 અબજ ડોલર વધીને 707 અબજ ડોલર થઈ ગયું છે, તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ શુક્રવારે આ માહિતી આપી હતી.

મધ્યસ્થ બેંક તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગયા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ ભંડોળમાં 10.512 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. તેને લીધે વિદેશી મુદ્રા ભંડોળ 692.87 અબજ ડોલર રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને રેકોર્ડ 728.49 અબજ ડોલર પહોંચી ગયું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઊંચા સ્તર પર છે.

પશ્ચિમ એશિયામાં વધેલી ચિંતાની ફોરેક્સ રિઝર્વ પર અસર

ફેબ્રુઆરી મહિનામાં રેકોર્ડ હાઈ પહોંચ્યાં બાદ દેશનું ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે. તેને લીધે મધ્યપૂર્વમાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ વધી રહી છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ અનેક સપ્તાહ સુધી ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો નોંધાયો હતો. સંકટના આ સમયમાં રૂપિયા પર દબાણ સર્જાવાને લીધે રિઝર્વ બેંકને ડોલર વેચીને વિદેશી હૂંડિયામણ બજારમાં દરમિયાનગીરી કરવી પડી.

RBIની આંકડાકીય માહિતી પ્રમણે સમીક્ષા હેઠળની અવધિમાં વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી મોટો હિસ્સો ધરાવતી ફોરેન કરન્સી એસેટ્સ 9.95 અબજ ડોલર વધી 574.62 અબજ ડોલર થયું છે. ડોલરના સંદર્ભમાં આ એસેટ્સમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી Non-Americal Currencyના મૂલ્યમાં ભારે વધઘટની અસર જોવા મળી રહી છે.