Forbes Billionaires 2023: મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, લિસ્ટમાં ગૌતમ અદાણી 24માં સ્થાને

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 05 Apr 2023 11:40 AM (IST)Updated: Wed, 05 Apr 2023 11:40 AM (IST)
forbes-billionaires-2023-list-mukesh-ambani-is-asias-richest-man-gautam-adani-ranking-24th

Forbes Billionaires 2023 list: ફોર્બ્સે મંગળવારના રોજ અબજોપતિઓની લિસ્ટ જારી કરી છે. જેમાં ભારતના મુકેશ અંબાણી 83.4 અબજ ડોલરની સંપત્તિ સાથે એકવાર ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેઓ વિશ્વના અમીરોની લિસ્ટમાં 9મા સ્થાને છે. જ્યારે ગૌતમ અદાણી 47.2 અબજ ડોલરની સંપત્તિ સાથે 24માં સ્થાને છે. જો કે, તેઓ આ લિસ્ટમાં એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે.

ફોર્બ્સ વર્લ્ડ બિલેનિયર લિસ્ટ 2023માં ફ્રાન્સના બર્નાર્ડ અરનોલ્ટ 211 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બીજા સ્થાને એલન મસ્ક (180 અબજ ડોલર), ત્રીજા સ્થાને જેફ બેઝોસ (114 અબજ ડોલર), ચોથા સ્થાને લેરી એલિસન (107 અબજ ડોલર), પાંચમા સ્થાને વોરેન બફેટ (106 અબજ ડોલર), છઠ્ઠા સ્થાને બિલ ગેટ્સ (104 અબજ ડોલર), સાતમા સ્થાને માઈકલ બ્લૂમબર્ગ, આઠમા સ્થાને કાર્લસન સ્લિમ હેલુ, નવમા સ્થાને મુકેશ અંબાણી અને દસમા સ્થાને સ્ટીવ બાલમર છે.

ફોર્બ્સ વર્લ્ડ બિલેનિયર લિસ્ટ 2023માં આ વખતે રેકોર્ડ 169 ભારતીય અબજોપતિઓએ જગ્યા બનાવી છે. 2022માં આ સંખ્યા 166 હતી.

ફોર્બ્સ વર્લ્ડ બિલેનિયર લિસ્ટ 2023માં ટોપ 10 ભારતીય અબજોપતિઓ

સ્થાન નામ સંપત્તિ
1 મુકેશ અંબાણી 83.4 અબજ ડોલર
2 ગૌતમ અદાણી 47.2 અબજ ડોલર
3 શિવ નાદર 25.6 અબજ ડોલર
4 સાયરસ પૂનાવાલા 22.6 અબજ ડોલર
5 લક્ષ્મી મિત્તલ 17.7 અબજ ડોલર
6 સાવિત્રી જિંદાલ 17.5 અબજ ડોલર
7 દિલીપ સંઘવી 15.6 અબજ ડોલર
8 રાધાકૃષ્ણ દામાણી 15.3 અબજ ડોલર
9 કુમાર મંગલમ બિરલા 14.2 અબજ ડોલર
10 ઉદય કોટક 12.9 અબજ ડોલર

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.