વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ચોથા ક્રમે પહોંચ્યા, 24 કલાકમાં 872 મિલિયન ડૉલરનું નુક્સાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Jan 2023 09:56 PM (IST)Updated: Tue, 24 Jan 2023 09:56 PM (IST)
bloomberg-billionaire-index-jeff-bezos-ahead-of-mukesh-ambani

મુંબઈ.
Bloomberg Billionaire Index: ભારતના અબજપતિ અને એશિયાના સૌથી ધનિક શખ્સ ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા ક્રમે પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના ડેઈલી રેન્કિંગ અનુસાર, ગૌતમ અદાણી ત્રીજા ક્રમેથી સરકીને ચોથા ક્રમે પહોંચી ગયા છે. જ્યારે અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

આ લિસ્ટમાં ફ્રેન્ચ ઉદ્યોગપતિ બરનાર્ડ અરનૉલ્ટ પ્રથમ અને ટેસ્લા તેમજ ટ્વીટરના માલિક એલન મસ્ક બીજા ક્રમે છે. ભારતના બીજા સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી આ યાદીમાં 12માં ક્રમે છે.

બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના આંકડા અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં 872 મિલિયન ડોલરનું ધોવાણ થયું છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 457 મિલિયન ડૉલરનું ધોવાણ થયું છે. જો કે હજુ પણ અદાણી અને અંબાણી એશિયાના બે સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં ટોપ પર છે.

જણાવી દઈએ કે, બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ 500 લોકોનું દૈનિક લિસ્ટિંગ તૈયાર કરે છે. ન્યૂયોર્કમાં દરરોજ સાંજે આ આંકડા તૈયાર કરવામાં આવે છે.