Share Market Today: શેરબજારમાં આજે તેજી જોવા મળશે. આજે શેરબજાર ખૂલે તે પહેલા જ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. પ્રી-ઓપન સેશનમાં BSE 2000 પોઇન્ટ અને નિફ્ટી 1000 પોઈન્ટ વધ્યા છે. જો આપણે શેરની વાત કરીએ તો IRCTC, Adani Power, BPCL, HDFC Bankના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે.
આજે સવારે BSE 2621.98 પોઈન્ટના વધારા સાથે 76,583.29 પોઈન્ટ પર ખુલ્યો હતો. નિફ્ટી પણ 578.70 પોઇન્ટ વધીને 23,109.40 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બંને સૂચકાંકો ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ લિસ્ટેડ કંપનીમાં અદાણી પાવર, એનટીપીસી, ટીસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટીમાં પાવર ગ્રીડ કોર્પ, અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઇનાન્સ અને એનટીપીસીના શેર ખૂબ જ ઝડપે ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચો
શું કહે છે એક્ઝિટ પોલ
શનિવારે એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએને લોકસભા ચૂંટણીમાં મોટી બહુમતી મળવાની અપેક્ષા છે. આવતીકાલે 4 જૂને મતગણતરી હાથ ધરાશે.
જીડીપીમાં વધારો થશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગયા સપ્તાહે માર્ચ ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કર્યા હતા. બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.2 ટકા વધી છે. જેના કારણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે દેશની સ્થિતિ મજબૂત થઈ છે.
વૈશ્વિક બજારની સ્થિતિ
એશિયન બજારમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ ઊંચા ટ્રેડિંગમાં હતા જ્યારે શંઘાઈ નીચા ટ્રેડિંગમાં હતા. શુક્રવારે અમેરિકી બજાર મોટાભાગે ઉછાળા સાથે બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ શુક્રવારે રૂપિયા 1,613.24 કરોડની ઇક્વિટી ખરીદી હતી. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.04 ટકા ઘટીને US$81.08 પ્રતિ બેરલ થઈ ગયું છે. આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 42 પૈસા વધીને 83.00 પર પહોંચ્યો હતો.
