ભાવનગરથી ઓપરેટ થતું હતું કરોડોનું શેરબજાર કૌભાંડ! ગુજરાત અને મહારાષ્ટ્રમાં EDની મોટી કાર્યવાહી

શેરબજારમાં વૉટ્સએપ ટીપ્સ દ્વારા 1 લાખથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી આચરનાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાવનગરથી ઓપરેટ થતા આ રેકેટ પર ED દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૯ સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 18 Oct 2026 08:32 AM (IST)Updated: Sun, 18 Oct 2026 08:32 AM (IST)
ed-raid-whatsapp-tips-stock-market-fraud-bhavnagar-gujarat-maharashtra

Bhavnagar News: શેરબજારના નામે મોટા વળતરની લાલચ આપી નાના રોકાકારોને ફસાવતી વોટ્સએપ ટીપ્સ સિન્ડીકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે કડક કાર્યવાહી હાથ ધરી છે. વોટ્સએપ ગ્રૂપ દ્વારા મોટી કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ રીતે વધારો કરીને 1 લાખથી વધુ રોકાણકારોને આર્થિક લાભની લાલચ આપીને પૈસા હડપી લેવાના કૌંભાડના કેસ અંતર્ગત ઇડીની ટીમે ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના 6 શહેરોમાં 29 સ્થળો પર એક સાથે વ્યાપણપણે દરોડા પાડયા છે. જ્યારે આ નેટવર્ક ભાવનગરથી ઓપરેટ થયાનું સામે આવ્યુ છે

ઈડીએ દરોડામાં પુરાવા એકત્ર કર્યા

મુંબઈ ઈડીની અલગ અલગ ટીમો દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગાંધીનગર, ભાવનગર,સુરત, અમદાવાદ, નાસિક અને મુંબઈમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ઇડીની ટીમે શકના દાયરામાં આવતી કંપનીઓની કચેરીઓ, પ્રમોટરોના ઘર અને બ્રોકિંગ એજન્સીઓ પાસેથી ડિજિટલ પુરાવા, શેર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ અને બેન્ક ખાતાઓની માહિતી ભેગી કરી હતી. EDની કાર્યવાહી પહેલા જ અમદાવાદ અને ભાવનગરના મુખ્ય ઓપરેટરો વિદેશ રફૂચક્કર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

મોડેસ ઓપરેન્ડી?

નાના રોકાણકારોને છેતરવા માટે કૌભાંડીઓ એક અલગ મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. જેમાં આર.એમ ડ્રિપ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ અને આર એન્ડ બી ડેનિંમ લિમિટેડ કંપનીઓએ એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન ચોક્કસ સંસ્થાઓ અને લોકોને 3.5 કરોડથી વધુના શેર્સ અને કન્વર્ટિબલ વોરંટ ઇશ્યૂ કર્યા. ત્યારબાદ હરિયાણા અને મુંબઈમાંથી અન્ય લોકોના નામે બનાવટી અને બોગસ સિમકાર્ડ મેળવ્યા હતા.

સમગ્ર રેકેટનું સંચાલન

જ્યારે એક ચોંકાવનારી વિગત એવી છે કે, આ સમગ્ર રેકેટનું સંચાલન ભાવનગરથી થતું હતું. ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 સુધી આ શેરોને મલ્ટીબેગર ગણાવી દરરોજ ખરીદી કરવાની ટીપ્સ 1 લાખથી વધુ લોકોને વૉટ્સએપ ગ્રૂપમાં મોકલીને રોકાણકારોને જાળમાં ફસાવવામાં આવ્યા હતા.