Job on LinkedInd: વર્તમાન સમયમાં ઇન્ટરનેટ પર નોકરી શોધવી ખૂબ જ સરળ બની ગઈ છે. LinkedIn જેવી વ્યાવસાયિક વેબસાઇટ્સ લોકોને કંપનીઓ અને રિક્રુટર્સ સાથે સીધી રીતે જોડે છે. પરંતુ આ સાથે એક મોટી સમસ્યા પણ વધી છે. ફેક રિક્રુટર અને જોબ સ્કેમ્સ(Job Scams).
ઘણી વખત લોકો નકલી પ્રોફાઇલ બનાવે છે અને નોકરી શોધનારા પાસેથી પૈસા પડાવી લે છે અથવા નકલી ઓફર લેટર્સ મોકલે છે. આ સમસ્યાને દૂર કરવા માટે LinkedIn એ ભારતમાં નવી વેરિફિકેશન ફિચર્સ રજૂ કર્યાં છે. હવે કોઈપણ કંપની, રિક્રુટર અથવા સિનિયર ઓફિસર (જેમ કે VP, MD) તેમના એકાઉન્ટને Verified કરાવી શકશે. તેનો અર્થ એ છે કે જ્યારે તમે કોઈની સાથે કનેક્ટ થશો ત્યારે તમને તરત જ ખબર પડશે કે તે અસલી છે કે નકલી.
નવા ફિચર્સ કેવી રીતે કરશે કામ
પેજ વેરિફિકેશન
હવે દરેક કંપની તેના લિંક્ડઇન(LinkedIn) પેજ પર વેરિફાઇડ બેજ(Verified Badge) મેળવી શકશે. આ બેજ એ વાતનો પુરાવો હશે કે કંપની વાસ્તવિક છે. તેનાથી નોકરી શોધનારાઓ માટે નકલી કંપનીઓથી બચવાનું સરળ બનશે.
ભરતી કરનારની ચકાસણી (Recruiter Verification)
જો કોઈ વ્યક્તિ LinkedIn પર પોતાને Recruiter અથવા HR તરીકે લખે છે તો તેણે હવે તેની કંપની પાસેથી તેની ચકાસણી કરાવવી પડશે. એટલે કે જો તમે કોઈ ભરતી કરનાર સાથે વાત કરી રહ્યા છો તો તમે તરત જ જોઈ શકશો કે તે વાસ્તવિક કંપની સાથે સંકળાયેલ છે કે નહીં.
એક્ઝિક્યુટિવ ટાઇટલ વેરિફિકેશન (Executive title verification)
હવે વાઇસ પ્રેસિડેન્ટ, ડિરેક્ટર, એમડી વગેરે જેવા મોટા હોદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવશે. આનાથી કોઈ પણ વ્યક્તિ નકલી "મોટા અધિકારી" બનીને લોકોને છેતરતા અટકાવી શકાશે.
આ પગલું શા માટે જરૂરી છે?
ભારતમાં નોકરીની છેતરપિંડી ઝડપથી વધી રહી છે. હજારો લોકો નકલી ઇન્ટરવ્યુ કોલ અને નકલી ઓફર લેટર્સનો શિકાર બન્યા છે. દર મહિને LinkedIn પર લાખો નોકરી શોધ કરવામાં આવે છે અને આ જ કારણ છે કે વાસ્તવિક અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આ નવી ચકાસણી વપરાશકર્તાઓને વિશ્વાસ આપશે કે તેઓ યોગ્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે.