Best FD Rates:ICICI બેંક, HDFC બેંક અને પંજાબ નેશનલ બેન્ક પૈકી કોણ ગ્રાહકોને સૌથી સારા FD રેટ ઓફર કરે છે તે જાણો

Best FD Rates:વિતેલા કેટલાક દિવસો દરમિયાન ત્રણ મોટી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ(FD) દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રણ બેન્ક ICICI, PNB અને HDFC બેન્ક છે. આ બેન્કો તરફથી સૌથી વધારે વ્યાજ ગ્રાહકોને ઓફર કરી રહ્યા છે તે જાણવું જરૂરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Nov 2026 01:23 PM (IST)Updated: Mon, 09 Nov 2026 01:23 PM (IST)
find-out-which-bankicici-bank-hdfc-bank-or-punjab-national-bankoffers-the-best-fd-rates-to-customers

Best FD Rates:વિતેલા કેટલાક દિવસો દરમિયાન ત્રણ મોટી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ(FD) દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રણ બેન્ક ICICI, PNB અને HDFC બેન્ક છે. આ બેન્કો તરફથી સૌથી વધારે વ્યાજ ગ્રાહકોને ઓફર કરી રહ્યા છે તે જાણવું જરૂરી છે.

પંજાબ નેશનલ બેન્કના FD દરો
પંજાબ નેશનલ બેન્ક રૂપિયા 3 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝીટ માટે બેન્ક 3 ટકાથી 6.60 ટકા સુધી વ્યાજ દર આપી રહ્યા છે. બેન્ક તરફથી સૌથી વધારે વ્યાજ સામાન્ય નાગરિકોને 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝીટ આપી રહ્યા છે. આ ટાઈમ પીરિડયની ફિક્સ્ડ ડિપોઝીટ પર બેન્ક તરફથી 6.60 ટકા વ્યાજ મળી રહ્યા છે. જ્યારે 666 દિવસની FD પર બેન્ક 6.50 ટકા વ્યાજ આપી રહ્યા છે.

સિનીયર સિટીઝનના બેન્ક તરફથી 444 દિવસ FD પર 7.10 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યા છે. એવી જ રીતે 666 દિવસના ફિક્સ્ડ ડિપોઝીટ પર બેન્ક 7 ટકા વ્યાજ સિનિયર નાગરિકો આપી રહ્યા છે.

ICICI બેન્ક કેટલા આપી રહ્યા છે વ્યાજ
સામાન્ય નાગરિકોને બેન્ક તરફથી 2.75 ટકાથી 6.60 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યા છે.એવી જ રીતે સિનિયર સિટીઝનને આ બેન્ક 3.25 ટકાથી 7.20 ટકા સુધી વ્યાજ આપી રહ્યા છે. બેન્ક 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધી FD પર સૌથી વધારે 6.60 ટકા રિટર્ન આપી રહ્યા છે. એવી જ રીતે સિનિયર બેન્ક તરફથી 5 વર્ષ ટેક્સ સેવિંગ FD પર 7.20 ટકા વ્યાજ આપી રહ્યા છે.

HDFC બેન્ક FD દરોઆ પ્રાઈવેટ બેન્ક સૌથી ઓછા 2.75 ટકા વ્યાજ 7 દિવસથી 29 દિવસ FD પર આપી રહ્યા છે. બેન્ક તરફથી સૌથી વધારે વ્યાજ 3 વર્ષ એક દિવસથી 4 વર્ષ અને 7 મહિનાથી ઓછી FD પર 6.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યા છે. બેન્કે આ પીરિયડ માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે.