Fixed Deposit News:HDFC Bankએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરોમાં કર્યો વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ

Fixed Deposit News: HDFC Bankએ રૂપિયા 3 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝીટ પર કેટલીક અવધિ માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેન્ક કેટલીક અવધિની FD પર 0.50 ટકા સુધી વ્યાજ દર વધાર્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 03:37 PM (IST)Updated: Sat, 07 Nov 2026 03:37 PM (IST)
hdfc-bank-has-increased-interest-rates-on-fixed-deposits-check-out-the-latest-rates

Fixed Deposit News:HDFC Bankએ રૂપિયા 3 કરોડથી ઓછી રકમની ફિક્સ્ડ ડિપોઝીટ પર કેટલીક અવધિ માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેન્ક કેટલીક અવધિની FD પર 0.50 ટકા સુધી વ્યાજ દર વધાર્યાં છે. નવા વ્યાજ દર 4 નવેમ્બર 2026થી લાગુ થયા છે. આ અગાઉ ઓક્ટોબર અને નવેમ્બર 2026માં ICICI બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક (PNB)એ પણ કેટલાક FD પર વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

  • HDFC Bankમાં સામાન્ય ગ્રાહકોને 7થી 29 દિવસની FD પર 2.75 ટકા વ્યાજ મળે છે. 
  • જયારે 30થી 45 દિવસની જમા પર 3.25 ટકા અને 46થી 60 દિવસની જમા રકમ પર 4.25 ટકા વ્યાજ મળશે.
  • બેન્કે 61 દિવસથી લઈ 6 મહિના સુધીની FD પ વ્યાજ દર 4.25 ટકાથી વધી 4.75 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તેમાં 0.50 ટકા સુધી વધારો થયો છે. 
  • આ અંતર્ગત 6 મહિના 1 દિવસથી 9 મહિના સુધી FD પર વ્યાજ 5.50 ટકાથી વધારી 5.65 ટકા કરી છે.
  • એવી જ રીતે 9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછી અવધિની FD પર વ્યાજ 5.75 ટકાથી વધારી 5.90 ટકા કરવામાં આવી છે. 
  • 1 વર્ષથી લઈ 15 મહિનાથી ઓછી અવધીના FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
  •  જ્યારે 15 મહિનાથી લઈ 18 મહિનાથી ઓછા સમયની FD પર 6.35 ટકા વ્યાજ આપવામાં આવશે.
  • 18 મહિનાથી 2 વર્ષ સુધી FD પર વ્યાજ દર 5 બેસિસ પોઇન્ટ વધી 6.50 ટકા કરવામાં આવી છે.
  • 2 વર્ષ 1 દિવસથી લઈ 3 વર્ષ સુધીની FD પર 6.55 ટકા વ્યાજ મળશે. 
  • 2 વર્ષ 1 દિવસથી લઈ 3 વર્ષ સુધી FD પર 6.55 ટકા વ્યાજ મળશે.
  • 3 વર્ષ 1 દિવસથી લઈ 4 વર્ષ 7 મહિનાથી ઓછા સમયની FD પર વ્યાજ 6.50 ટકાથી વધારી 6.60 ટકા કરવામાં આવ્યા છે.
  • એવી જ રીતે 4 વર્ષ 7 મહિનાથી લઈ 5 વર્ષ સુધીની FD પર વ્યાજ 6.40 ટકાથી વધારી 6.60 ટકા કરવામાં આવી છે.
  • આ ઉપરાંત 5 વર્ષ 1 દિવસથી લઈ 10 વર્ષ સુધીની FD પર વ્યાજ દર 6.15 ટકાથી વધારી 6.60 ટકા કરવામાં આવેલ છે. તેમાં 45 બેસિસ પોઇન્ટ વધારો કરાયો છે.