Federal Reserve:અમેરિકામાં મોંઘવારી અપેક્ષા કરતાં ઘણી વધારે રહી છે અને US ફેડરલ રિઝર્વના અધિકારીઓએ વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત આપતા બોન્ડ બજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. 10 વર્ષના અમેરિકી ટ્રેઝરી બોન્ડની યીલ્ડ આશરે 5 ટકા ઉપર જતી રહી છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વએ વ્યાજ દરોને લઈ બજારની અપેક્ષાને લઈ સંકેત આપનાર બે વર્ષની ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં ભારે તેજી જોવા મળી છે. તે 18 બેસિસ પોઇન્ટ ઉછળી 4.736 ટકા હતી. જે હવે 5 ટકા આસપાસ કામકાજ ધરાવે છે. બોન્ડ ઈલ્ડમાં જે વધારો થયો છે તેની પાછળ ઓક્ટોબરના મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં વધારે રહેવાની અપેક્ષા છે અને હવે આગામી સમયમાં અમેરિકાની સેન્ટ્રલ બેન્ક વ્યાજ દરોમાં વધારો કરી શકે છે.
અમેરિકામાં ઓક્ટોબર દરમિયાન કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)માં માસિક ધોરણે 0.4 ટકા વધારો થયો છે. નિષ્ણાતોના મતે 0.3 ટકા વધારો થવાનો અંદાજ છે. જોકે, સપ્ટેમ્બરમાં CPIમાં 0.6 ટકા વધારો થયો હતો. ખાદ્ય ચીજવસ્તુ તથા ઈંધણને બાદ કરતાં ચાવીરૂપ CPIમાં ઓક્ટોબરમાં 0.3 ટકા વધારો થયો છે. જ્યારે બજાર અંદાજ 0.2 ટકા હતો. સપ્ટેમ્બરમાં પણ CPI 0.3 ટકા વધ્યો હતો.
