EPF Withdrawal Online: નોકરી કરતાની સાથે પીએફ ઉપાડી શકાય? જાણો કયા કારણોસર અને કેવી રીતે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 11 Sep 2024 01:28 PM (IST)Updated: Wed, 11 Sep 2024 01:28 PM (IST)
epf-withdrawal-process-online-2024-how-to-withdraw-pf-provident-fund-amount-online-full-details-inside

EPF Withdrawal Online: નોકરી કરતા લોકો માટે પગાર સિવાય એક સારી સુવિધા પીએફ (પ્રોવિડન્ટ ફંડ) ની હોય છે. નિયમો અનુસાર, જે વ્યક્તિ નોકરી કરે છે, તેનું પીએફ એકાઉવન્ટ ઓપન કરવામાં આવે છે. આ એકાઉન્ટમાં દર મહિને કર્મચારીના પગારમાંથી એક નિશ્ચિત રકમ કાપીને જમા કરવામાં આવે છે અને સરકાર દ્વારા આ પૈસા પર વ્યાજ પણ આપવામાં આવે છે.

વ્યક્તિ આ પૈસા નોકરી પૂર્ણ કર્યા પછી ઉપાડી શકે છે, પરંતુ જો તમારે પૈસાની જરૂર છે તો, કેટલાક કારણોસર પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે. ત્યારે જાણો કયા કારણોસર અને કેવી રીતે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે.

આ કારણોસર નોકરીની વચ્ચે પીએફ એકાઉન્ટમાંથી ઉપાડી શકો છો પૈસા

  • મેડિકલ જરૂરિયાત
  • ઉચ્ચ શિક્ષણ
  • લગ્ન
  • ઘરનું બાંધકામ
  • કુદરતી આફતોના કારણે
  • મકાન/ફ્લેટ/બાંધકામની ખરીદી
  • પ્રમોટર પાસેથી હાઉસિંગ/ફ્લેટની ખરીદી
  • હાઉસિંગ હાઉસના બાંધકામ માટે સ્થળની ખરીદી
  • પાવર કટના કારણે
  • ઘરનું રિનોવેશન
  • નોન રિસિપ્ટ ઓફ વેગેઝ (> બે મહિના)
  • એજન્સી પાસેથી સ્થળ સંપાદન સહિત

આ રીતે ઉપાડી શકો છો એડવાન્સ પીએફ

  • સૌથી પહેલા EPFOની ઓફિશિયલ વેબસાઇટ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface પર જાઓ.
  • અહીં UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરો.
  • પછી UAN ઓપ્શન પર જઈને ઓનલાઇન સર્વિસીસ પર ક્લિક કરો.
  • ત્યારબાદ નીચે ક્લેમ પર ક્લિક કરો.
  • ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરીને વેરિફાય કરો.
  • પછી એડવાન્સ ફોર્મ પસંદ કરીને પૈસા ઉપાડવાનું કારણ જણાવો.
  • જેટલી રકમ ઉપાડવા માગો છો તે એન્ટર કરો.
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે તેને સબમિટ કરો.