Ayushman Card 2024: આયુષ્માન ભારત યોજનાથી મળે છે આ ફાયદાઓ, જાણી લો કાર્ડ બનાવવાની પ્રોસેસ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 11 Sep 2024 11:46 AM (IST)Updated: Wed, 11 Sep 2024 11:50 AM (IST)
ayushman-card-2024-registration-process-documents-and-benefits-list

Ayushman Card 2024: ભારત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કેટલીક યોજનાઓ સબસિડી તો કેટલીક યોજનાઓ નાણાકીય લાભો આપતી હોય છે. આજે અમે તમને આયુષ્માન ભારત યોજના (Ayushman Card 2024) વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ કાર્ડ ધારકોને ઘણા લાભ મળે છે. ત્યારે જાણો આ યોજના હેઠળ મળતા લાભો તેમજ કાર્ડ બનાવવાની પ્રોસેસ વિશે.

આયુષ્માન ભારત યોજનાના લાભ

  • આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે.
  • આ કાર્ડની મદદથી કાર્ડધારક સૂચિબદ્ધ હોસ્પિટલોમાં રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. (આ યોજનામાં જે હોસ્પિટલો નોંધાયેલ છે)
  • આયુષ્માન કાર્ડ દ્વારા દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મેળવી શકાય છે.

આ રીતે બનાવી લો આયુષ્માન કાર્ડ

  • આ યોજના માટે પાત્ર વ્યક્તિ આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.
  • જેના માટે તમારે સૌથી પહેલા નજીકના જન સેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે.
  • અહીં તમારે સંબંધિત અધિકારીને મળવું પડશે.
  • અહીં અધિકારી આયુષ્માન કાર્ડ માટેની તમારી યોગ્યતા તપાસશે.
  • ત્યારબાદ તમારી પાસેથી કેટલાક દસ્તાવેજો માંગવામાં આવશે, આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, એક એક્ટિવ મોબાઇલ નંબર વગેરે.
  • હવે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
  • આ પછી અરજીનું કામ પૂર્ણ થઈ જશે.
  • અરજીનું કામ પૂર્ણ થયાના થોડા સમય પછી કાર્ડ બની જાય છે.
  • તમે તેને ડાઉનલોડ કરી શકો છો.