EPF DOB Correction Online: કર્મચારી ભવિષ્ય નિનિધ સંગઠન (EPFO)ના સભ્યો માટે એક ખૂબ જ રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે PF ખાતામાં નામ, જન્મતારીખ કે પિતાના નામ જેવી નાની-મોટી ભૂલો સુધારવા માટે કર્મચારીઓને PF ઓફરના ધક્કા ખાવા પડતા હતા અને મહિનાઓ સુધી કામ અટકી પડતું હતું. પરંતુ હવે EPFO દ્વારા ઓનલાઈન સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેનાથી કર્મચારીઓ ઘર બેઠા જ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા આસાનીથી સુધારો કરી શકે છે.
EPFOની નવી અપડેટ અને જોઈન્ટ ડિક્લેરેશન
તાજેતરમાં EPFO દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરવામાં આવેલી માહિતી મુજબ, મેમ્બર પોર્ટલ પર પાંચ સરળ સ્ટેપમાં ઓનલાઈન સુધારો કરી શકાય છે. આ માટે EPFO એ 'Joint Declaration' (સંયુક્ત ઘોષણા) ની સુવિધાને વધુ સરળ બનાવી છે. આ પદ્ધતિ દ્વારા કર્મચારી પોતાના નોકરીદાતા (Employer) સાથે મળીને ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે, જેથી લાંબી કાગળની કાર્યવાહીથી છુટકારો મળે છે.
EPF ખાતામાં જન્મતારીખ સુધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ (Step-by-Step Guide)
જો તમારા પણ PF અકાઉન્ટમાં જન્મતારીખ ખોટી દર્શાવવામાં આવી હોય, તો આ મુજબના સ્ટેપ અનુસરીને સુધારણા માટે અરજી મોકલી શકો છો-
સ્ટેપ 1: EPFO પોર્ટલ પર લોગિન કરો
સૌપ્રથમ EPFOની અધિકૃત વેબસાઇટ (Unified Member Portal) પર જાઓ. ત્યાં તમારા UAN (Universal Account Number), પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને સફળતાપૂર્વક લોગિન કરો.
સ્ટેપ 2: Joint Declaration ન વિકલ્પ પસંદ કરો
પોર્ટલના હોમપેજ પર પહોંચ્યા બાદ મેનેજ (Manage) અથવા ઓનલાઈન સર્વિસ સેક્શનમાં જઈને Joint Declaration નો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. આ ઓપ્શન દ્વારા જ પ્રોફાઈલ સંબંધિત તમામ ફેરફારો માટે વિનંતી કરી શકાય છે.
સ્ટેપ 3: સુધારવા માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો
હવે તમારી સ્ક્રીન પર વિવિધ વિકલ્પો દેખાશે. જો તમારી જન્મતારીખ ખોટી હોય, તો Date of Birth (DOB)ના વિકલ્પ પર ક્લિક કરો. જો નામ કે અન્ય વિગતોમાં ભૂલ હોય તો તે મુજબનો વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 4: સાચી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો
અહીં તમારી સાચી જન્મતારીખ એન્ટર કરો. તેના સમર્થનમાં સરકારી માન્ય દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર - LC, અથવા જન્મ પ્રમાણપત્ર) અપલોડ કરવાના રહેશે. ખાસ ધ્યાન રાખવું કે અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ્સમાં આપેલી વિગતો અને તમારી અરજી એકદમ મેચ થતી હોવી જોઈએ.
સ્ટેપ 5: અંતિમ સબમિશન
બધી જ વિગતો ભરી દીધા બાદ ફોર્મને કાળજીપૂર્વક ચકાસી લો. જો બધું જ સાચું જણાય, તો અરજીને સબમિટ કરી દો. આ અરજી આગળની ચકાસણી માટે તમારા એમ્પ્લોયર (કંપની) અને ત્યારબાદ EPFO અધિકારીઓ પાસે ઓનલાઈન પહોંચી જશે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
સાચા દસ્તાવેજો: આધાર કાર્ડ કે બર્થ સર્ટિફિકેટ જેવા અસલી દસ્તાવેજો જ અપલોડ કરો, જેથી અરજી રિજેક્ટ થવાની શક્યતા નહિવત થઈ જાય.
કંપનીનું વેરિફિકેશન: ઓનલાઈન અરજી કર્યા બાદ તમારી કંપની (Employer) દ્વારા તેને અપ્રૂવ (Approve) કરાવવી જરૂરી છે, તેથી કંપનીના HR કે PF ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને તેમને અરજી ઓકે કરવા માટે વિનંતી કરો.
EPFOની આ ડિજિટલ પહેલથી લાખો કર્મચારીઓનો સમય અને સંઘર્ષ બચી ગયો છે. હવે કોઈપણ મુશ્કેલી વગર ઘરે બેઠા જ પીએફ ખાતાની ભૂલો સુધારી શકાતી હોવાથી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો તમારા ખાતામાં પણ આવી કોઈ ભૂલ હોય, તો આજે જ આ પ્રક્રિયા દ્વારા અરજી કરી લો.
