Driving Licence Rules India 2026: ભારતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ મળવું કોઈ ઉપલબ્ધિથી કમ નથી, કારણ કે તે માત્ર તમને આઝાદી જ નથી આપતું, પરંતુ તમે ડર્યા વિના બિન્દાસ્ત ગાડી પણ ચલાવી શકો છો.
જો કે જેમ-જેમ ઉંમર વધતી જાય છે, તેમ-તેમ આપણે સાબિત કરવું પડે છે કે, આપણે રસ્તા પર ગાડી ચલાવવા માટે ફિઝિકલ અને મેન્ટલ બન્ને રીતે ફિટ છીએ કે કેમ? ખાસ કરીને 40ની વય કે તેથી વધુ વયના લોકોએ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે કે રિન્યુ કરાવવા માટે મેડિકલ સર્ટીફિકેટની જરૂર પડે છે.
ભારતમાં મોટર વ્હીકલ એક્ટ 1988 અંતર્ગત ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવે છે. જો તમારી વય 40 કે તેથી વધુ વય હોય, તો તમારે RTOમાં ફોર્મ 1Aને મેડિકલ સર્ટીફિકેટ તરીકે જમા કરાવવાનું રહે છે. આ ફોર્મ દર્શાવે છે કે, તમે ગાડી ચલાવવા માટે ફિઝિકલી એકદમ ફિટ છો.
RTO ફોર્મ 1A અને મેડિકલ સર્ટિફિકેટ
જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજી કરો છો, તો તમારે મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી થઈ જાય છે. આ સર્ટીફિકેટ દર્શાવે છે કે, તમે રોડ પર ગાડી ચલાવવા માટે ફિજિકલી ફિટ છો. જો તમારી વય 50 કે તેથી વધુ વય થઈ ચૂકી હોય, તો તમારે RTO ફોર્મ 1A અંતર્ગત મેડિકલ સર્ટિફિકેટ આપવું પડે છે.
આ સિવાય જો તમે કોમર્શિયલ કાર ચલાવવા માટે લાઈસન્સ મેળવવા માંગતા હોવ, તો પણ તમારે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી થઈ જાય છે. મોટાભાગે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોઈ પણ એપ્લિકેશન કે રિન્યૂઅલ પ્રોસેરમાં RTOમાં મેડિકલ સર્ટીફિકેટ કે ફોર્મ 1A જમા કરાવવું જરૂરી થઈ જાય છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ માટે મેડિકલ સર્ટીફિકેટ કોણ જારી કરી શકે
માત્ર સરકારી ડૉક્ટર જ મેડિકલ સર્ટીફિકેટ જારી કરી શકે છે. આ માટે તમારે ફોર્મ 1A ડાઉનલોડ કરીને પછી તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવું પડે છે. જ્યાં એક તબીબ તમારું મેડિકલ ચેકઅપ કરે છે અને પછી મેડિકલ સર્ટિફિકેટ પર સાઈન કરે છે.
જો કે કેટલાક રાજ્યોમાં આયુર્વેદિક ડૉક્ટર્સ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટ ગેરમાન્ય ગણાય છે. માત્ર રાજ્ય સરકાર દ્વારા સર્ટીફાઈડ ડૉક્ટર્સ દ્વારા જારી મેડિકલ સર્ટીફિકેટ જ માન્ય ગણાય છે.
ડ્રાઈવિંગ લાઈસન્સ માટે મેડિકલ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું
- સૌ પ્રથમ તમારે RTO ઑફિસ કે સારથી પરિવહન વેબસાઈટ પર જઈને ફોર્મ 1A ડાઉનલોડ કરવું પડશે.
- જે બાદ તેને સરકારી ડૉક્ટર પાસે લઈ જવું પડશે, જે તમારું ફિજિકલ ચેકઅપ કરે છે.
- તબીબ પોતાની રીતે તપાસ કર્યાં બાદ આ ફોર્મ પર સાઈન કરે છે, જે નક્કી કરે છે કે, તમે રોડ પર ગાડી ચલાવવા માટે ફિટ છો કે કેમ
- તમે https://parivahan.gov.in/parivahan/en/content/all-forms પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો
- RTOના ફોર્મ 1Aમાં કેટલાક જરૂરી ડિક્લેરેશન કરવામાં આવે છે. જેમાં અરજકર્તાં ફિજિકલ અને મેન્ટલ રીતે વાહન ચલાવવા સક્ષમ છે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.
- જેમાં દર્શાવવામાં આવે છે કે, અરજકર્તાને વિઝન સાથે સંકળાયેલી કોઈ સમસ્યા છે કે કેમ. જો હોય તો ડૉક્ટર પુષ્ટિ કરે છે કે, શું ચશ્મા પહેરીને તેને સુધારી શકાય છે કે કેમ ?
- જેમાં દર્શાવવામાં આવે છે કે, અરજકર્તા લાલ અને લીલા રંગને ઓળખી શકે છે કે કેમ. જેનો અર્થ એ છે કે, તે ટ્રાફિક સિગ્નલને વ્યવસ્થિત રીતે સમજી શકે છે કે કેમ?
- જેમાં તપાસ કરવામાં આવે છે કે, અરજકર્તા 25 મીટર દૂરથી કોઈ ગાડી કે નંબર પ્લેટનો ઓળખી શકે છે કે કેમ
Declaration ‘d'
જેમાં તપાસ કરવામાં આવે છે કે, અરજકર્તાને કોઈ પણ પ્રકારની બહેરાશ તો નથી ન
Declaration ‘e'
જેમાં તપાસ કરવામાં આવે છે કે, અરજકર્તાને નાઈટ બ્લાઈન્ડનેસ જેવી કોઈ બીમારી નથી. જેથી તેને રાતે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે.
Declaration ‘f'
જેમાં તપાસ કરવામાં આવે છે કે, અરજકર્તાને કોઈ પ્રકારની શારીરિક સમસ્યા છે, જેના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે કે કેમ
Declaration ‘g'
જેમાં અરજકર્તાના બ્લડગ્રુપ વિશે જાણકારી આપવામાં આવે છે.
વ્યક્તિ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા માટે લાઈનમાં ઉભો હોય અને તેના હાથમાં કાગળીયા (લાઈસન્સ માટેનું ફોર્મ હોય) બાજુમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હોય અને કાર પડી હોય તેવી ઈમેજ બનાવી આપશો
