Driving Licence Rules:હવે લાઈસન્સ બનાવવા 75 ટકા નંબર લાવવા પડશે, ટેસ્ટ ફીને લગતી માહિતી જાણો, કયાં-કયાં ફેરફાર જોવા મળશે?

Driving Licence Rules:ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા ઈચ્છતા લોકો માટે સરકાર કેટલાક નિયમ બદલવાની તૈયાર થઈ રહી છે. માર્ગ પરિવહન મંત્રાલયે ઓનલાઈન ટ્યુટોરિયલ ટેસ્ટમાં પાસ થવા માટે 75 ટકા નંબર અને કેટલીક ઓનલાઈન સર્વિસિસ પર ફી ખતમ કરવાની દરખાસ્ત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 25 Oct 2026 03:31 PM (IST)Updated: Sun, 25 Oct 2026 03:31 PM (IST)
driving-licence-rules-now-you-must-score-75-per-cent-to-obtain-a-licence-learn-the-details-regarding-test-fees

Driving Licence Rules:ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા ઈચ્છતા લોકો માટે સરકાર કેટલાક નિયમ બદલવાની તૈયાર થઈ રહી છે. માર્ગ પરિવહન મંત્રાલયે ઓનલાઈન ટ્યુટોરિયલ ટેસ્ટમાં પાસ થવા માટે 75 ટકા નંબર અને કેટલીક ઓનલાઈન સર્વિસિસ પર ફી ખતમ કરવાની દરખાસ્ત કરી છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટમાં કયા ફેરફારો

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)એ ડ્રાઈવિંગ લાઈસન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરી છે. તે અંતર્ગત સુરક્ષિત ડ્રાઈવિંગને લગતી ઓનલાઈન ટ્યુટોરિયલ એસેસમેન્ટમાં પાસ થવા માટે હવે 60 ટકાને બદલે ઓછામાં ઓછા 75 ટકા નંબર રહેશે.એટલે કે ટેસ્ટ પાસ કરવા અગાઉની તુલનામાં થોડી વધારે મુશ્કેલ બની શકે છે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પણ પ્રસ્તાવ આપ્યો છે કે સુરક્ષિત ડ્રાઈવિંગના ટ્યુટોરિયલ ઓછામાં ઓછી 30 મિનિટના હોવા જોઈએ. તેનો ઉદ્દેશ લોકોના માર્ગ સુરક્ષા અને ગાડી ચલાવવા સહી રીતની વધારે જાણકારી આપે છે. 

નામ-સરનામું બદલવા અંગે લાગશે ફી

આ દરખાસ્તમાં ડ્રાઈવિંગ લાઈસન્સમાં નામ અને સરનામા જેવા અંગત માહિતી બદલવાની ફી ખતમ કરવાની વાત પણ કહી કરવાાં આવે છે. આ છૂટ આધારથી ઓળખવાની પુષ્ટી કરી પૂરા કરવાના ચોક્કસ ઓનલાઈન સર્વસિસ પર લાગુ કરવાના પ્રસ્તાવ છે. 

વધુમાં લાઇસન્સિંગ ઓથોરિટીએ નામ અથવા સરનામું બદલવા માટેની અરજી પર 15 દિવસની અંદર નિર્ણય લેવો આવશ્યક છે. જો અરજી નકારવામાં આવે છે તો તેણે તેનું કારણ પણ જણાવવું આવશ્યક છે. 

કયા દસ્તાવેજો માન્ય રહેશે?

મંત્રાલયે પ્રસ્તાવમાં ઓળખ, ઉંમર અને સરનામાના પુરાવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા દસ્તાવેજોની યાદી પણ શામેલ કરી છે. આમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ID, ઈ-રેશન કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.