LPG Rule:જો તમે પણ ઘરે રસોઈ ગેસ(LPG) સિલેન્ડરનો ઉપયોગ કરો છો અને સબસિડીનો લાભ મેળવો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. સરકાર 1 ઓક્ટોબર 2026થી LPG Subsidyને લગતા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય(Ministry of petroleum and natural gas) પ્રમાણે હવે સબસિડી ધરાવતા સિલેન્ડરને માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (Biometric Aadhaar Authentication-BAA) ફરજિયાત કર્યું છે.
નવા નિયમ પ્રમાણે જે ઘરેલુ LPG ગ્રાહકોએ અત્યાર સુધી તેમના બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂરું કર્યું નથી તેમણે 1લી ઓક્ટોબર 2026 થી સબસિડી ધરાવતા ગેસ રીફિલ બુક કરવા માટે આ પ્રક્રિયા પૂરી કરી પડશે. જોકે, રાહતની વાત એ છે કે 19 સપ્ટેમ્બર સુધી આશરે 89.90 ટકા એક્ટિવ LPG ગ્રાહકો આ કામ પહેલા કરી ચુક્યા છે.
આ પણ વાંચો
જો તમે LPG માટે આધાર પ્રમાણીકરણ પૂર્ણ નહીં કરો તો શું થશે?
જે ગ્રાહકોએ BAA (આધાર પ્રમાણીકરણ) પૂરું કર્યું નથી તેમને LPG સિલિન્ડર મેળવવાનો ઈનકાર કરવામાં આવશે નહીં. જો કે જે ગ્રાહકો પ્રમાણીકરણ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તેઓએ પ્રવર્તમાન બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમને સબસિડી મળશે નહીં. સરકારના મતે આ પ્રમાણીકરણ આવશ્યકતાનો હેતુ સબસિડીવાળા LPG લાભો યોગ્ય પરિવારો સુધી પહોંચે અને વાણિજ્યિક અને ઔદ્યોગિક હેતુઓ માટે ઘરેલુ LPG સિલિન્ડરોનો દુરુપયોગ અટકાવવાનો છે.
ગ્રાહકો પ્રમાણીકરણ કેવી રીતે પૂર્ણ કરી શકે છે?
ગ્રાહકો પાસે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ પૂરા કરવા માટે ઘણા વિકલ્પો છે.તેઓ સિલિન્ડર ડિલિવરી સમયે તેમના LPG વિતરકના શોરૂમની મુલાકાત લઈને અથવા તેમની ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આમ કરી શકે છે.
Indane ગ્રાહકો Indian Oil ONE દ્વારા આ પ્રક્રિયા પૂરી કરી શકે છે, જ્યારે Bharatgasના ગ્રાહકો HelloBPCLનો ઉપયોગ કરી શકે છે. HP Gasના ગ્રાહકો HP PAY એપ દ્વારા પ્રમાણીકરણ કરી શકે છે.
