LPG Price Hike:LPGની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધી ગઈ છે. સાઉદી CP આશરે 625 ડોલરથી 660 ડોલર પ્રતી મેટ્રિક ટન થઈ ગઈ છે. રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતો વધવા પાછળનું એક મહત્વનું કારણ છે. આ માટે ફક્ત ઘરેલુ માંગ જ નહીં પણ તેની પાછળ પશ્ચિમ એશિયાથી લઈ ભારત સુધી ફેલાયેલ સંપૂર્ણ સપ્લાઈ ચેઈન કામ કરે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના મુખ્ય બેંકમાર્ક Saudi CP એટલે કે સાઉદી કોન્ટ્રેક્ટ પ્રાઈસમાં વધારો થવાથી ભારત માટે LPG આયાત મોંઘી થઈ છે. તેની સીધી અસર ઓઈલ કંપનીઓના ખર્ચ પર પડે છે.
Saudi CP વધ્યું તો ભારત પર શું અસર થશે?
ભારત તેની LPG જરૂરિયાતોના લગભગ 60% આયાત કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવ ભારતના ખરીદી ખર્ચ પર સીધી અસર કરે છે.એશિયા-પેસિફિક ક્ષેત્રમાં LPG આયાત સોદા માટે Saudi Aramcoનો Saudi CP એક મુખ્ય માપદંડ છે. તે ઘરેલું રસોઈ ગેસના બે મુખ્ય ઘટકો, પ્રોપેન અને બ્યુટેનના ભાવ નક્કી કરે છે.સપ્ટેમ્બરમાં Saudi Aramcoએ પ્રોપેનનો CP 5 ડોલર વધારીને 625 ડોલર પ્રતિ મેટ્રિક ટન અને બ્યુટેનનો CP 20 ડોલર વધારીને 660 ડોલર પ્રતિ મેટ્રિક ટન કર્યો હતો.
સરળ શબ્દોમાં કહીએ તો Saudi CPમાં વધારો થયો, જેના કારણે ભારત માટે એલપીજી કાર્ગો વધુ મોંઘા થયા છે. પરિણામે ઓઈલ કંપનીઓ માટે ખરીદી ખર્ચમાં વધારો થયો છે. પરિણામે સ્થાનિક વેચાણ કિંમતો અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત વધ્યો છે. સરકારના મતે Saudi CPમાં આશરે 41% નો વધારો થયો છે.પશ્ચિમ એશિયામાં તણાવ, અનિશ્ચિત દરિયાઈ માર્ગો અને પુરવઠાની અછતને કારણે LPG બજારમાં અસ્થિરતા સર્જાઈ છે. ભારતની LPG આયાતનો મોટો હિસ્સો સામાન્ય રીતે હોર્મુઝ સ્ટ્રેટ(Strait of Hormuz) દ્વારા થાય છે. તેથી આ ક્ષેત્રમાં વધતા તણાવની અસર ભારતના LPG ખર્ચ અને પુરવઠા બંને પર પડી શકે છે.
