Brent Crude Oil Price:એક બાજુ શેરબજારમાં ભારે મંદીની સ્થિતિ પ્રવર્તિ રહી છે ત્યારે બીજીબાજુ ક્રુડની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. તેને લીધે વિશ્વ અર્થતંત્રમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર અને ક્રુડ પર આ વખતે એક જ ડરની અસર અલગ-અલગ રીતે જોવા મળી રહી છે.
મધ્ય પૂર્વમાંથી ક્રુડ ઓઈલનો સપ્લાઈ અટકી જાય તેવી દહેશત છે. બ્રેંટ ક્રુડનો ભાવ 103 ડોલર આસપાસ કામકાજ કરતુ હતું જે 30 મિનિટમાં જ વધીને પ્રતિ બેરલ 106 ડોલર પહોંચી ગયો હતો. આમ ક્રુડના ભાવમાં એક ઝાટકે 2.81 ટકા તેજી આવી હતી.
ઈરાન-અમેરિકા તણાવને લઈ નવા નિવેદન સામે આવ્યા છે. ઈરાનના સિનિયર અધિકારી સફવીએ જણાવ્યું છે કે અમેરિકા સાથે સંઘર્ષ વધી શકે છે. એક ન્યૂઝ એજન્સીએ ટાંકેલા નિવેદનમાં તેમણે ચેતવણી આપી છે કે હવે પછીનો તબક્કો હિન્દ મહાસાગર સુધી પહોંચી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ ખતમ કરવા હજુ કોઈ નક્કર સહમતી થઈ નથી.શરૂઆતી તબક્કામાં ક્રુડ ઓઈલના ભાવ નીચે ઉતર્યાં હતા, પણ વાતચીતમાં કોઈ જ પ્રગતિ નહીં થતા ભાવમાં ઓચિંતા જ ઉછાળો આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ પ્રમાણે આ અનિશ્ચિતતાને લીધે ક્રુડમાં તેજી જોવા મળી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો સમુદ્રી માર્ગ હજુ ખુલ્યો નથી. ખાડી દેશોમાંથી ક્રુડ ઓઈલનું પરિવહન કરતાં જહાજો માટે આ રુટ ખુબ જ મહત્વનો છે.
