Oil Companies Loss: ક્રુડ ઓઈલનાવધી રહેલા ભાવને લીધે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર સતત દબાણ વધી રહ્યું છે. ઘરેલુ કિંમત સ્થિર રહેવાને લીધે ઈન્ડિયન ઓઈલ, BPCL અને HPCLને દરરોજ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જ્યારે LPG પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેટિંગ એજનસી ICRAની માહિતી પ્રમાણે સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ એટલે કે OMCને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નુકસાન થઈ રહ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(Ioc), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ(HPCL)ને પેટ્રોલ પર આશરે રૂપિયા 8 પ્રતી લીટર અને ડીઝલ પર રૂપિયા 9 પ્રતી લીટર નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ICRAના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે વર્તમાન સ્થિતિમાં આ કંપનીઓને દરરોજ રૂપિયા 530 કરોડ સુધી નુકસાન થઈ રહ્યું છે.છેલ્લા કેટલાક સપ્તાહમાં ક્રુડની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકિય તણાવ અને સપ્લાઈમાં અવરોધની સ્થિતિ આ માટે જવાબદાર છે. નવેસરથી અમેરિકા-ઈરાન યુદ્ધ, સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન બંધ થવાથી અને રેડ સીમાં સતત હૂતી સંગઠનોના વધી રહેલા હુમલાથી ઓઈલ સપ્લાઈ પર સંકટ આવ્યું છે.
ભારત જે ક્રુડ ઓઈલ બાસ્કેટને આયાત કરે છે, તેની કિંમત 21 સપ્ટેમ્બર 2026ના રોજ વધીને 117.4 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. બીજીબાજુ LPG અંગે પણ કંપનીઓનું દબાણ વધી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં LPG કિંમતોમાં તેજી બાદ 30 જૂન સુદી નેગેટિવ LPG બફર રૂપિયા 61,940 કરોડ પહોંચી ગયો હતો. ICRAની માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2026-2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દરેક ઘરેલુ LPG સિલેન્ડર પર આશરે રૂપિયા 500 નુકસાન થતું હતું, જે સપ્ટેમ્બરમાં ઘટીને ઘટીને આશરે રૂપિયા 300 પ્રતિ સિલેન્ડર થઈ ગયું છે.
