Cabinet Meeting Decision: કેન્દ્ર સરકારે આજે ઘઉં સહિત છ જેટલા રવી પાકોના લઘુતમ સમર્થન મૂલ્ય(MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટે છ પાકોના લઘુતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP વધારવાની મંજૂરી આપી છે. આ સાથે રૂપિયા 90,962 કરોડના ફંડને મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2027-2028 માટે છ રવી પાકોની MSP વધારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મંજૂરી આપી છે.
આ પણ વાંચો
ઘઉંની MSP રૂપિયા 25 વધારી રૂપિયા 2,610 પ્રતિ ક્વિન્ટલ થઈ છે. ગત સિઝનમાં તે રૂપિયા 2,585 હતી. જઉંનું સમર્થન મૂલ્ય રૂપિયા 136 વધારી રૂપિયા 2,150થી રૂપિયા 2,286 કરવામાં આવી છે. ચણાની MSP હવે રૂપિયા 5,958 પ્રતિ ક્વિન્ટલ હશે. અગાઉ તે રૂપિયા 5,875 હતી, એટલે કે રૂપિયા 83નો વધારો કરવામાં આવ્યો છે. મસૂરનું સમર્થન મૂલ્ય રૂપિયા 390 વધારી રૂપિયા 7,390 પહોંચી ગયું છે. અગાઉ તે MSP રૂપિયા 7000 હતી.
ઘઉં: રૂપિયા 25 વધી રૂપિયા2,610.
જઉ: રૂપિયા136 વધી રૂપિયા2,286.
ચણા: રૂપિયા 83 વધી રૂપિયા 5,958.
મસૂર: રૂપિયા 390 વધી રૂપિયા 7,390.
રેપસીડ અને સરસવ: રૂપિયા 413 વધી રૂપિયા 6,613.
કુસુમ: રૂપિયા 675 વધી રૂપિયા 7,215.
