Sugar Prices Real-Time:દેશભરમાં છેલ્લા 15 દિવસથી ખાંડના ભાવ સતત ચર્ચાનો વિષય બન્યો છે. જૂન મહિના બાદથી ખાંડની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે. તેને પગલે ખાંડના સપ્લાઈને લઈ અનેક અટકળો જોવા મળે છે.હવે રક્ષાબંધનના તહેવાર બાદ પ્રશ્ન એ છે કે ખાંડની કિંમતોમાં ઘટાડો જોવા મળશે કે નહીં.
આ સાથે આગામી તહેવારોની સિઝનમાં ખાંડના સપ્લાઈ યથાવત રહેશે કે નહીં. આ પ્રશ્નના જવાબમાં સરકારે સુગર મિલોને ફિઝીકલ વેરિફિકેશન કર્યું છે. ત્યારબાદ પખવાડિયાના ક્વોટા સિસ્ટમને લાગુ કરી છે.
રક્ષાબંધન અગાઉ મિલોમાં ખાંડની કિંમતમાં 20 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો. હવે છૂટક કિંમતોમાં પણ ઘટાડો આવી શકે છે. તાજેતરમાં ISMAએ દિલ્હીમાં આપેલી માહિતી પ્રમાણે મિલોમાં કિંમતમાં ઘટાડો કરવાની વાત કહી હતી. ખાંડની રિટેલ કિંમતોમાં ઘટાડો આવવા લાગ્યો છે. ખાંડની રિટેલ કિંમત પ્રતિ કિલો રૂપિયા 64.33 આસપાસ થઈ છે.
દેશભરની સુગર મિલોમાં ખાંડના સંગ્રહના ફિઝીકલ વેરિફિકેશન માટે ચલાવવામાં આવતા અભિયાનથી પર્યાપ્ત ઉપલબ્ધતાની સ્થિતિ ફરીથી પુષ્ટી કરી છે. અનેક કિસ્સામાં સુગર મિલો તેમના દ્વારા સરકારને દર્શાવવામાં આવેલ મહિનાની વિગતોમાં જાહેર પ્રમાણથી વધારે સંગ્રહ જોવા મળ્યો છે. આ વેરિફિકેશનનું અભિયાનથી એ બાબત સ્પષ્ટતા થઈ છે કે દેશમાં ખાંડની કોઈ જ અછત નથી અને તે માટે ગભરાઈ ખરીદદારી કરવા અથવા જરૂરીયાતથી વધારે સ્ટોર કરવાનો કોઈ અર્થ નથી.
