Gold News:રશિયા દ્વારા સપ્ટેમ્બર મહિનામાં તેના સરાકી સોનાના ભંડારમાંથી આશરે 6.2 ટન સોનું વેચી દીધુ છે. આ સાથે અહી 2 લાખ ટ્રોય આઉસની સમકક્ષ છે. વેચાણ બાદ રશિયા પાસે બાકી કૂલ સોનું ઘટી 7.28 કરોડ ટ્રોય આઉસ એટલે કે આશરે 2,264 ટન થયું છે. અહીં વર્ષ 2019ના અંત બાદ રશિયા દ્વારા સૌથી ઓછું ગોલ્ડનો ભંડાર ધરાવે છે. બેન્ક ઓફ રશિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા પ્રમાણે રશિયા સતત તેના સોનાનો ભંડાર વેચી રહ્યું છે.
ડિસેમ્બર 2025થી અત્યાર સુધી દેશ આશરે 62 ટન સોનું વેચી ચુક્યો છે. તે વર્ષ 1998ના આર્થિક સંકટ બાદ રશિયા સોનાના ભંડારમાં સૌથી વધારે વેચાણ કર્યું છે. ભારતમાં સોનાની કિંમત રૂપિયા 1,47,000 પ્રતિ 10 ગ્રામ છે. આ હિસાબથી 6.2 ટન સોનાની અંદાજીત કિંમત આશરે રૂપિયા 9,11,400 કરોડ એટલે કે આશરે રૂપિયા 9.11 લાખ કરોડ બેસે છે.
રશિયાને તેનું સોનું કેમ વેચવું પડી રહ્યું છે?
અહેવાલો પ્રમાણે રશિયન સરકાર વધતી જતી બજેટ ખાધને પહોંચી વળવા માટે સંસાધનો એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકારી આવક અને ખર્ચ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. જ્યારે ખર્ચ આવક કરતાં વધી જાય છે ત્યારે સરકારે ખાધને પહોંચી વળવા માટે ઉધાર લેવું પડી શકે છે અથવા તેની સંપત્તિનો ઉપયોગ કરવો પડી શકે છે. સોનું એવી જ એક સરકારી સંપત્તિ છે.
રશિયાના લશ્કરી અને સુરક્ષા ખર્ચ પણ નોંધપાત્ર છે. એવો અંદાજ છે કે વર્ષ 2026 સુધીમાં કુલ સરકારી ખર્ચનો 38% ભાગ લશ્કરી અને સુરક્ષા માટે ફાળવવામાં આવશે. આ સ્થિતિમાં તેના સોનાનો એક ભાગ વેચવાથી સરકારને આ ખર્ચ માટે ભંડોળ પૂરું પાડી શકાય છે. જો કે ઉપલબ્ધ માહિતી સપ્ટેમ્બરમાં વેચાયેલા સોનામાંથી મળેલી રકમનો ઉપયોગ કયા ચોક્કસ હેતુ માટે કરવામાં આવ્યો હતો તે દર્શાવતી નથી.
સપ્ટેમ્બરના અંતમાં રશિયાના બાકીના સોનાના ભંડારનું મૂલ્ય આશરે 301.6 અબજ ડોલર હતું. એક મહિના પહેલા ઓગસ્ટના અંતમાં તેનું મૂલ્ય 333.5 અબજ ડોલર હતું.સપ્ટેમ્બરના અંતમાં રશિયાના બાકીના સોનાના ભંડારનું મૂલ્ય આશરે 28,350,400 કરોડ હતું. ઓગસ્ટના અંતમાં તેનું મૂલ્ય આશરે રૂપિયા 31,349,000 કરોડ હતું.
