Edible Oil Prices:અત્યારે ખાદ્ય તેલની કિંમતોમાં આગ લાગી છે. સરસવ તેલથી લઈ પામોલિન, મગફળી તેલની કિંમત ગયા વર્ષની તુલનામાં ભારે ઉછાળો નોંધાવ્યો છે. બીજીબાજુ શાકભાજીની કિંમતોમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.
સરસવ તેલ રૂપિયા 220ને પાર થયું
સરસવ તેલ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7000થી રૂપિયા 7,500 સુધી વેચાઈ રહ્યું છે. સરસવ તેલની કિંમત પ્રતિ કીલો રૂપિયા 220 થઈ ગઈ છે. સરકારી આંકડાકીય માહિતી પ્રમાણે ગયા વર્ષે 15 ઓગસ્ટ 2025ન રોજ સરસવ તેલની કિંમત રૂપિયા 188.20 હતી. જેની તુલનામાં અત્યારે નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો
પામોલીન તેલની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે .પામોલીન તેલ ગયા વર્ષની તુલનામાં ઘણો વધારો થયો છે. પામોલીન ઓઈલની કિંમત રૂપિયા 149.57 છે. એક વર્ષ અગાઉ કિંમત રૂપિયા 130.24 હતો. અથવા ગયા વર્ષની તુલનામાં આ વખતે કિંમતોમાં રૂપિયા 20 વધારો થયો છે. આશરે 14 ટકા કિંમત વધી છે.
સુરજમુખી તેલની કિંમત ગયા વર્ષની તુલનામાં આ વખતે 19 ટકા વધી છે. વીતેલા વર્ષમાં 15 ઓગસ્ટના દિવસે રૂપિયા 159 હતા. આજે રૂપિયા 191.16 સ્તર પર છે. મગફળીની વાત કરવામાં આવે તો કિંમતોમાં તેજી જોવા મળી છે. તેના લેટેસ્ટ રેટ રૂપિયા 205.39 છે. ગયા વર્ષે આજના દિવસે રૂપિયા 185.62 પર હતા. કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.
