Edible Oil Prices Today:જૂન બાદ જૂલાઈ મહિનામાં વરસાદને લીધે જે ચિંતા સર્જાઈ છે ત્યારે ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદ ખાતે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ અનુક્રમે રૂપિયા 50 અને રૂપિયા 20નો ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં વરસાદના અભાવ ઉપરાંત વિશ્વ સ્તરે જે ભૂ-રાજકિય અસ્થિરતા જોવા મળી રહી છે તેની પણ ખાદ્ય તેલની વિવિધ જાતોના ભાવમાં અસર જોવા મળી રહી છે.
આજે અમદાવાદ ખાતે સિંગતેલ 15 કિલો જૂનો ડબ્બો રૂપિયા 50 વધી રૂપિયા 2950 થઈ ગયો છે, જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરનો ભાવ રૂપિયા 50 વધી રૂપિયા 2650 થયો છે.
| વિવિધ તેલ | ભાવ (રૂપિયામાં) | વિવિધ | ભાવ (રૂપિયામાં) |
સિંગતેલ (જૂનો ડબ્બો) (15 kg) | — | પામોલીન (નવો ડબ્બો) (15 kg) | 2450 |
સિંગતેલ (નવો ડબ્બો) (15 kg) | 2700 / 2950 | કોપરેલ | 4300 |
સિંગતેલ (નવો ડબ્બો) (15 liter) | 2650 | વનસ્પતિ | 2000/2300 |
કપાસીયા (જૂનો ડબ્બો) (15 kg) | — | સરસીયું (મોળું) | 2450 |
કપાસીયા (નવો ડબ્બો) (15 kg) | 2600 / 2800 | સરસીયું (તીખું) | 2600 |
રાઈસ બ્રાન તેલ (15 liter) | 2450 | સનફ્લાવર તેલ (15 liter) | 2550 |
સોયાબીન (નવો ડબ્બો) (15 kg) | 2700 | મકાઈ તેલ (15 liter) | 2400 |
| દિવેલ | 2350 | કપાસિયા તેલ (5 liter) | 820/870 |
પામોલીન (જૂનો ડબ્બો) (15 kg) | 2300 | સિંગતેલ (5 liter) | 860/890 |
આ ઉપરાંત કપાસીયા તેલ 15 કિલોનો ભાવ રૂપિયા 2780થી રૂપિયા 20 વધી રૂપિયા 2800, કપાસીયા નવો ડબ્બો 15 કિલો 2780થી રૂપિયા 20 વધી રૂપિયા 2800 રહ્યો છે. કોપરેલનો ભાવ રૂપિયા 4,250થી રૂપિયા 50 વધી રૂપિયા 4,300, દિવસ રૂપિયા 10 વધી રૂપિયા 2350 અને સીંગતેલ રૂપિયા 20 વધી રૂપિયા 890 રહ્યા હતા.
