સરકારે ખાંડના વેચાણ માટે નવો ક્વોટા જાહેર કર્યો,નવેમ્બર માટે ફાળવણીમાં કર્યો ઘટાડો

દેશમાં ખાંડના ભાવમાં સતત થઈ રહેલા વધારાની સ્થિતિ વચ્ચે પુરવઠાની સ્થિતિને જાળવી રાખવા, જમાખોરીને નિયંત્રિત કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 03:57 PM (IST)Updated: Fri, 13 Nov 2026 03:57 PM (IST)
government-announces-new-quota-for-sugar-sales-reduces-allocation-for-november
Sugar-Import-Policy-1792679817478.webp

Sugar Quota For November:દેશમાં ખાંડના ભાવમાં સતત થઈ રહેલા વધારાની સ્થિતિ વચ્ચે પુરવઠાની સ્થિતિને જાળવી રાખવા, જમાખોરીને નિયંત્રિત કરવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી માહિતી પ્રમાણે દર મહિને 2 પખવાડિયામાં વિભાજીત કરીને ખાંડના ક્વોટાને લઈ માહિતી જાહેર કરવામાં આવી રહી છે.

સરકારે નવેમ્બર 2026ના બીજા પખવાડિયા માટે ઘરેલુ બજારમાં ખાંડના પુરવઠાને જાળવી રાખવા અને વેચાણ સંબંધિક ક્વોટાને 13 લાખ ટન નક્કી કર્યો છે. ખાદ્ય મંત્રાલયે 13 નવેમ્બરના રોજ આ અંગે એક આદેશ આપવામાં આવ્યો છે. આ નવો નિયમ 16 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાગુ પડશે.

સરકારે નવેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયા માટે સ્થાનિક બજારમાં ખાંડના વેચાણને લગતા ક્વોટાને 13 લાખ ટન નક્કી કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2026 માટે કૂલ 30 લાખ ટન ખાંડ વેચાણને લઈ મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉના પખવાડિયા માટે તે 14 લાખ ટન અને બીજા પખવાડિયામાં ક્વોટા 16 લાખ ટન સમાવેશ થતો હતો.

ઓક્ટોબર 2025માં સરકારે સ્થાનિક વેચાણ માટે 24 લાખ ટન પ્રતિ માહિના નક્કી કર્યો હતો, જે ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં નવરાત્રી, દશેરા જેવા તહેવારમાં ખાંડની વધતી માંગને ધ્યાનમાં વધારો થતો હતો. જેને લીધે વધારે પ્રમાણમાં ક્વોટા જાહેર કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી દહેશત વચ્ચે ખાંડની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. નબળા ચોમાસા, વાવેતર વિસ્તારમાં ઘટાડો તથા અલનીનોની અસરની ખાંડ ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળી હતી અને આ સંજોગોમાં કિમતોમાં અસહ્ય વધારો થતા સરકારે તાત્કાલિક નિયમનકારી અને ક્વોટા સંબંધિત પગલાં ભર્યાં હતા. હવે તહેવારોની સિઝન પૂરી થતા સરકારે ક્વોટાને ઘટાડવાનો કે સપ્લાઈમાં ઘટાડો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વર્તમાન સમયમાં ખાંડનો રિટેલ ભાવ કિલો દીઠ રૂપિયા 65 આસપાસ