Gold-Silver ETF Today:સોના-ચાંદીના ETFમાં તીવ્ર ઘટાડો, વિશ્વ બજારોમાં ભારે મંદીની અસર જોવા મળી

Gold-Silver ETF Today: ભારતીય શેરબજારમાં ઈન્ટ્રા-ડેમાં 11 સપ્ટેમ્બર 2026ના રોજ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે Gold અને Silver ETFમાં પણ ભારે દબાણ જોવા મળતું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 11 Sep 2026 03:39 PM (IST)Updated: Fri, 11 Sep 2026 03:39 PM (IST)
goldsilver-etf-today-sharp-decline-in-gold-and-silver-etfs-impact-of-a-major-slump-in-global-markets-observed

Gold-Silver ETF Today: ભારતીય શેરબજારમાં ઈન્ટ્રા-ડેમાં 11 સપ્ટેમ્બર 2026ના રોજ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે Gold અને Silver ETFમાં પણ ભારે દબાણ જોવા મળતું હતું. ગઈરાત્રે વિશ્વ બુલિયન માર્કેટમાં ભારે ઘટાડો થતા આજે સવારે બજાર ખુલતાની સાથે જ Gold ETFમાં ભારે દબાણ જોવા મળતું હતું.

જ્યારે Silver ETFમાં ઘટાડો અપેક્ષા કરતાં ઘણો વધારે હતો. Gold ETFમાં આશરે 0.5 ટકાથી 1 ટકાનો ઘટાડો થયો જ્યારે Silver ETFમાં આશરે 1 ટકાથી 2 ટકા સુધી નબળી સ્થિતિ જોવા મળી છે. દરેક એસેટ મેજમેન્ટ કંપનીના ETFની કિંમતોમાં ઘટાડો થયો છે, કારણ કે લિક્વિડિટી, નેટ એસેટ વેલ્યુ અને ટ્રેકિંગ એરરમાં અંતર છે. 

SBI Silver ETF 3.2 ટકા ઘટી રૂપિયા 221.77, ICICI પ્રૃડેન્શિયલ Silver ETF 3.1 ટકા ઘટી રૂપિયા 226.16, નિપ્પોન ઈન્ડિયા Silver ETF 3.1 ટકા ઘટી રૂપિયા 216.59 અને ટાટા Silver ETF 3.1 ટકા તૂટી 21.98 રહ્યા હતા.

ઘરેલુ વાયદા બજાર એટલે કે MCX પર સોના અને ચાંદીની કિંમતોમાં મંદી જોવા મળી રહી છે. ગોલ્ડ ઓક્ટોબર ફ્યુચર્સ રૂપિયા 684 એટલે કે 0.45 ટકા તૂટી રૂપિયા 1,51,657 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરે છે.

Gold અને Silver ETF શું હોય છે?

Gold ETF એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ માટે એવી રીત છે જેના મારફતે ફિઝીકલ સોનું ખરીદયા વગર જ ગોલ્ડમાં ખરીદી કરી શકો છો. તે શેરબજારની માફક ડીમેટ અકાઉન્ટથી ખરીદી અને વેચાણ કરી શકો છો.

સોના-ચાંદીમાં ભારે ઘટાડો કેમ થયો

સૌથી મોટું કારણ અમેરિકામાં Gold Bond ઈલ્ડમાં આવેલો ઉછાળો છે. અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડ ઈલ્ડ વધીને 5 ટકા નજીક આવી ગયા છે. બોન્ડ ઈલ્ડ એટલે સરકારી બોન્ડ પર મળતું વળતર છે. બીજુ કારણ અમેરિકામાં ડોલરની મજબૂતી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત ડોલરમાં નક્કી થાય છે. ડોલર મજબૂત થવાથી અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોના-ચાંદી મોંઘા થાય છે. તેને લીધે તેની વૈશ્વિક માંગ પર દબાણ સર્જાય છે.