Gold Silver Price Today Ahmedabad: અમદાવાદમાં સોના-ચાંદીમાં મંદી; આજે ભાવ ઘટીને કેટલા બંધ થયા તે જાણો

Gold Silver Price Today Ahmedabad(August 14, 2026):સોનાના ભાવમાં તાજેતરની તેજી બાદ આજે 14 ઓગસ્ટ 2026ના રોજ નફારૂપી વેચવાલી આગળ વધી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price) રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,57,000 થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 14 Aug 2026 06:05 PM (IST)Updated: Fri, 14 Aug 2026 07:17 PM (IST)
gold-silver-prices-ahmedabad-august-14-latest-22k-24k-gold-latest-market-rates

Gold Silver Price Today Ahmedabad(August 14, 2026):સોનાના ભાવમાં તાજેતરની તેજી બાદ આજે 14 ઓગસ્ટ 2026ના રોજ નફારૂપી વેચવાલી આગળ વધી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price) રૂપિયા 1000 ઘટી રૂપિયા 1,57,000 થયો છે.

જ્યારે અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price) રૂપિયા 1000 તૂટી રૂપિયા 1,56,700 થયો છે. અમદાવાદ ચાંદીનો કિલોદીઠ ભાવ રૂપિયા 1000 તૂટી રૂપિયા 1,35000 થયો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેતોને લીધે આજે ભાવમાં દબાણ જોવા મળતું હતું.

અમદાવાદ ખાતે આજના સોના-ચાંદીના ભાવ

વિગત ભાવ (રૂપિયા)
ચાંદી ચોરસ 2,25,000 - 2,35,000
રૂપુ 2,24,800 - 2,34,800
સિક્કા જૂના 2300 - 2600
સોનું (99.9) 1,50,000 - 1,57,000
સોનું (99.5)  1,49,700- 1,56,700

વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ ઈન્ટ્રા-ડે લો 4338 ડોલર પ્રતિ ઔંસ રહ્યા થયા હતા. આજે સોનાનો ભાવ આ અહેવાલ લખાય છે ત્યારે 16.03 ડોલર એટલે કે 0.37 ટકા વધી 4,379.63 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.19 ડોલર એટલે કે 0.28 ટકા વધી 64.96 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બન્નેના ભાવમાં મંદી આવી છે. MCX પર સોનાના ભાવ રૂપિયા 409 ઘટીને રૂપિયા 1,53,057 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળે છે. જ્યારે ચાંદીનો વાયદો રૂપિયા 851 ઘટી પ્રતિ કિલો રૂપિયા 2,34,596 રહ્યો હતો.