Gold Silver Price:ફેડરલ રિઝર્વનો નિર્ણય, ક્રુડ ઓઈલ, પશ્ચિમ એશિયાની ચિંતા આાગમી સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવની દિશા નક્કી કરશે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે US ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અંગે મહત્વનો નિર્ણય કરશે, આ ઉપરાંત ક્રુડ ઓઈલના વધતા ભાવ તથા અમેરિકી ચલણ ડોલર ઉપરાંત US-ઈરાન યુદ્ધ સોના-ચાંદીના ભાવની નવા સપ્તાહમાં વધઘટમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું.
15-16 સપ્ટેમ્બર દરમિયાન ફેડરલ ઓપન માર્કેટ કમિટી(FOMC)ની મહત્વની બેઠક પર બુલિયન માર્કેટની નજર છે. ફેડ પોલિસી અને ચેર કેવીન વોશની કોમેન્ટ્રી કિંમતી ધાતુની દિશા નક્કી કરશે. જોકે સોમવારે ભારતમાં ગણેશ ચતુર્થી નિમિત્તે કોમોડિટી બજારોમાં રજા રહેશે.
વીતેલા સપ્તાહ દરમિયાન બુલિયન માર્કેટમાં એકંદરે મિશ્ર વલણ જોવા મળ્યુ હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો રૂપિયા 17 ઘટી રૂપિયા 1,52,784 રહ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો રૂપિયા 2,684 એટલે કે 1.13 ટકા વધી રૂપિયા 2.34 લાખ થયો છે.
વૈશ્વિક સ્તરે કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સનો ડિસેમ્બર ભાવ 1.5 ટકા ઘટી 4,408.90 ડોલર અને સીલ્વર ડિલિવરી 2.34 ટકા ઘટી 65.19 પ્રતિ ઔંસ રહ્યો છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈપણ ઘટાડો અથવા US ફેડરલ રિઝર્વ દ્વારા ઓછું આક્રમક વલણ સોનામાં રિકવરીને ટેકો આપી શકે છે, જ્યારે ક્રૂડ ઓઇલમાં નવી મજબૂતાઈ અથવા આક્રમક નીતિ સંકેત નવી વેચાણને વેગ આપી શકે છે
