Gold Silver Price Today Ahmedabad(September 2,2026):સોના-ચાંદીમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બુલિયન એસોસિએશનનીની માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 4000 અને કીલો દીઠ ચાંદીના ભાવમાં રૂપિયા 4500નો ઘટાડો થયો છે. વિશ્વ બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે.
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 4000 ઘટી રૂપિયા 1,55,000 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 4000 તૂટી રૂપિયા 1,54,700 થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 4,500 ગગડી રૂપિયા 2,33,000 રહ્યો હતો.
વિશ્વબજારમાં પણ ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલીની અસર જોવા મળતી છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌનાના ઔંસદીઠ ભાવ ઈન્ટ્રા-ડેમાં 4300 ડોલરનું લેવલ ગુમાવી દીધુ હતું.આ અહેવાલ લખાય છે ત્યારે સોનાનો ઔંસદીઠ ભાવ 17 ડોલર એટલે કે 0.33 ટકા તૂટી 4,335 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.47 ડોલર એટલે કે 0.73 ટકા તૂટી 64.37 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 570 ઘટી રૂપિયા 151,159 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1034 ઘટી રૂપિયા 2,28,515 રહ્યા હતા.
