Gold Silver Price: અમદાવાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું રૂપિયા 1500 સસ્તુ થયું,ચાંદી પણ વધુ રૂપિયા 3000 તૂટી,આજના રેટ જાણો

અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 100 ઘટી પિયા 1,57,00 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 100 ઘટીરૂપિયા 1,56,800 થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 11 Sep 2026 05:36 PM (IST)Updated: Fri, 11 Sep 2026 05:36 PM (IST)
gold-and-silver-prices-crash-by-rs-1500-and-3000-in-ahmedabad-know-todays-rates

Gold Silver Price Today Ahmedabad(September 11,2026)|આજનો સોનાનો ભાવ: વિશ્વસ્તરે જે ભૂરાજકીય ચિંતાનો માહોલ સર્જાયો છે તે સ્થિતિમાં યુરોપિયન સેન્ટ્રલ બેંક(ECB) દ્વારા વ્યાજ દરો વધારવામાં આવતા, અમેરિકામાં મોંઘવારીની ચિંતા વચ્ચે US ફેડરલ રિઝર્વ દ્વારા આગામી બેઠકમાં વ્યાજ દર વધારે તેમ ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 105 ડોલર ઉપર યથાવત રહેતા બુલિયન માર્કેટમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળે છે.

સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અમદાવાદ બુલિયન એસોસિએશન તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે અમદાવાદ

અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 100 ઘટી પિયા 1,57,00 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 100 ઘટીરૂપિયા 1,56,800 થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 3000 તૂટી રૂપિયા 2,30,000 રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં રૂપિયા 10000 ઘટાડો થયો છે.

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌનાના ઔંસદીઠ ભાવ 31.87 તૂટી 4333.87 ડોલર કવોટ થયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.53 ડોલર એટલે કે 0.81 ટકા તૂટી 63.83 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 598 તૂટી રૂપિયા 151,743 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1399 ગગડી રૂપિયા 2,32,700 રહ્યા હતા.