Gold Price Today: સતત બીજા દિવસે સોનાના ભાવ ગગડ્યા, જાણો તમારા શહેરમાં આજનો સોનાનો ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જો તમે પણ આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 08 Oct 2026 08:51 AM (IST)Updated: Thu, 08 Oct 2026 08:51 AM (IST)
gold-rate-today-october-8-2026-check-18k-22k-24k-gold-prices-per-gram-india-sona-na-bhav
આજનો સોનાનો ભાવ

Gold Rate Today (8 October, 2026) | આજનો સોનાનો ભાવ: ગુડરિટર્ન્સ (Goodreturns) ના આંકડા અનુસાર, આજે 8 ઓક્ટોબર 2026 ના રોજ ભારતીય બજારમાં સોનાના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે. આજે સમગ્ર દેશમાં 24 કેરેટ સોનાનો સરેરાશ ભાવ ₹1,49,560 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,37,090 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે, જે ગઈકાલની સરખામણીમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના સ્થાનિક બજારોમાં સામાન્ય તફાવત સાથે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,49,590 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સોનાના ભાવમાં વધઘટ નોંધાઈ રહી છે.

ભારતમાં આજના સોનાના ભાવ (8 ઓક્ટોબર 2026) | Gold Prices in India

સમગ્ર દેશમાં સરેરાશ કિંમતો પર નજર કરીએ તો 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ નીચે મુજબ છે:

  • 24 કેરેટ સોનું (24K Gold): ₹1,49,560 પ્રતિ 10 ગ્રામ
  • 22 કેરેટ સોનું (22K Gold): ₹1,37,090 પ્રતિ 10 ગ્રામ
  • 18 કેરેટ સોનું (18K Gold): ₹1,12,170 પ્રતિ 10 ગ્રામ

ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (8 ઓક્ટોબર 2026) | Gold Rates in Gujarat

ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળ્યો છે. અહીંના સ્થાનિક બજારના લેટેસ્ટ રેટ્સ નીચે મુજબ છે:

  • 24 કેરેટ (24K - 10 ગ્રામ): ₹1,49,590
  • 22 કેરેટ (22K - 10 ગ્રામ): ₹1,37,140
  • 18 કેરેટ (22K - 10 ગ્રામ): ₹1,12,220

દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (8 ઓક્ટોબર 2026)

શહેર 24K 22K 18K
ચેન્નાઈ ₹14,958 ₹13,711 ₹11,266
મુંબઈ ₹14,956 ₹13,709 ₹11,217
દિલ્હી ₹14,969 ₹13,724 ₹11,232
કોલકાતા ₹14,956 ₹13,709 ₹11,217
બેંગલુરુ ₹14,956 ₹13,709 ₹11,217
હૈદરાબાદ ₹14,956 ₹13,709 ₹11,217
કેરળ ₹14,956 ₹13,709 ₹11,217
પુણે ₹14,956 ₹13,709 ₹11,217
વડોદરા ₹14,959 ₹13,714 ₹11,222
અમદાવાદ ₹14,959 ₹13,714 ₹11,222

ભારતમાં છેલ્લા 10 દિવસનો સોનાનો ભાવ (1 ગ્રામ) | Gold Rate in India for Last 10 Days (1 gram)

તારીખ 24K 22K
08 Oct, 2026 ₹14,956 (-1) ₹13,709 (-1)
07 Oct, 2026 ₹14,957 (-65) ₹13,710 (-60)
06 Oct, 2026 ₹15,022 (+104) ₹13,770 (+95)
05 Oct, 2026 ₹14,918 (0) ₹13,675 (0)
04 Oct, 2026 ₹14,918 (0) ₹13,675 (0)
03 Oct, 2026 ₹14,918 (-110) ₹13,675 (-100)
02 Oct, 2026 ₹15,028 (+104) ₹13,775 (+95)
01 Oct, 2026 ₹14,924 (-33) ₹13,680 (-30)
30 Sep, 2026 ₹14,957 (+77) ₹13,710 (+70)
29 Sep, 2026 ₹14,880 (-137) ₹13,640 (-125)

Gold Price Today: 22 કેરેટ અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત

ઘણીવાર ગ્રાહકોમાં સોનાની શુદ્ધતાને લઈને મૂંઝવણ હોય છે. 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ માનવામાં આવે છે, જે અત્યંત નરમ હોય છે, તેથી તેમાંથી જટિલ ઘરેણાં બનાવવા મુશ્કેલ હોય છે. બીજી તરફ, 22 કેરેટ સોનામાં આશરે 91 ટકા સોનું હોય છે અને બાકીના ભાગમાં તાંબુ, ચાંદી કે જસત જેવી ધાતુઓ ભેળવવામાં આવે છે. આ મિશ્રણ સોનાને મજબૂતી આપે છે, જેથી તેમાંથી ટકાઉ અને સુંદર આભૂષણો બનાવી શકાય છે. બજારમાં મોટાભાગે 22 કેરેટ સોનાના ઘરેણાંની માંગ વધુ રહે છે.

Gold Price Today: સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી?

સોનું ખરીદતી વખતે હંમેશા 'હોલમાર્ક' તપાસવો જોઈએ. ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા નક્કી કરવા માટે હોલમાર્ક આપવામાં આવે છે. શુદ્ધતાના આધારે સોના પર વિશિષ્ટ અંકો લખેલા હોય છે. સામાન્ય રીતે 24 કેરેટ સોનાં પર 999, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. કેરેટ જેટલું ઊંચું હશે, સોનું તેટલું વધુ શુદ્ધ ગણાશે. ભારતમાં મોટાભાગના જ્વેલર્સ ઘરેણાં માટે 22 કેરેટ સોનાનો જ ઉપયોગ કરવાની સલાહ આપે છે.

નોંધ: સોનાના આ ભાવ સવારના અહેવાલ મુજબના છે, જેમાં દિવસ દરમિયાન ફેરફાર થઈ શકે છે.

Source: ગુડરિટર્ન્સ (Goodreturns)