Gold Silver Price Ahmedabad: સોનામાં એકધારી તેજીને બ્રેક;અમદાવાદ સોનું રૂપિયા 1,500 ગગડ્યું, જાણો આજના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today Ahmedabad(August 22,2026): તાજેતરમાં સોના-ચાંદીમાં જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો તેને આજે બ્રેક લાગી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1500 ઘટી રૂપિયા 1,62,000 રહ્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 22 Aug 2026 05:59 PM (IST)Updated: Sat, 22 Aug 2026 06:43 PM (IST)
gold-rate-today-close-price-august-22-2026-check-18k-22k-24k-gold-prices-per-gram-india-sona-na-bhav

Gold Silver Price Today Ahmedabad(August 22,2026): તાજેતરમાં સોના-ચાંદીમાં જે તેજીનો માહોલ જોવા મળ્યો હતો તેને આજે બ્રેક લાગી હતી.અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1500 ઘટી રૂપિયા 1,62,000 રહ્યાં હતા.અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 1500 તૂટી રૂપિયા 1,61,700 થયો છે.અમદાવાદ ચાંદી કિલોનો ભાવ રૂપિયા 2,45,000 સ્થિર રહ્યો હતો.

સોનાના ઔંસદીઠ ભાવ ઈન્ટ્રા-ડેમાં 4550 ડોલરની સપાટીને પાર થઈ ગયા હતા.આજે સોનાનો ભાવ આ અહેવાલ લખાય છે ત્યારે ભારે તેજી સાથે 70 ડોલર એટલે કે 1.54 ટકા વધી 4,569 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 1.45 ડોલર એટલે કે 2.13 ટકા વધી 69.48 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.

વિશ્વ બજારમાં સોનાના ભાવ મજબૂત રહ્યા હતા અને ઔંસદીઠ ભાવ 4600 ડોલરની સપાટી કુદાવી હતી. આજે વિશ્વબજારમાં સોનાના ભાવ 89.87 ડોલર એટલે કે 1.99 ટકા વધી 4603.30 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.95 ડોલર એટલે કે 1.39 ટકા વધી 68.98 ડોલર રહ્યા હતા.

MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા.. MCX પર સોનાના ભાવ રૂપિયા 162440 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 3117 વધી રૂપિયા 2,46,360 રહ્યા હતા.