Gold Rate Outlook:સોનાના ભાવમાં તીવ્ર ઘટાડા બાદ રિકવરીનો માહોલ, તો શું ગોલ્ડ રૂપિયા એક લાખની સપાટી ગુમાવશે

Gold Rate Outlook:છેલ્લા એક-બે મહિનામાં સોનાના બજારમાં સર્જાયેલા ઉતાર-ચઢાવે રોકાણકારોની ચિંતા વધારી છે. રેકોર્ડ સપાટીને નોંધાવ્યા બાદ નવેમ્બર મહિનામાં સોનામાં મોટો કડાકો જોવા મળ્યો હતો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 29 Nov 2026 12:52 PM (IST)Updated: Sun, 29 Nov 2026 12:52 PM (IST)
gold-rate-outlook-after-a-13-per-cent-fall-in-november-what-is-the-next-target-range-for-gold
Gold-Loan-Risk-1795502765270.webp

Gold Rate Outlook:છેલ્લા એક-બે મહિનામાં સોનાના બજારમાં સર્જાયેલા ઉતાર-ચઢાવે રોકાણકારોની ચિંતા વધારી છે. રેકોર્ડ સપાટીને નોંધાવ્યા બાદ નવેમ્બર મહિનામાં સોનામાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જોકે નીચલા સ્તરેથી તેમાં ઝડપી રિકવરી પણ આવી છે. અત્યારે સોનાનો ભાવ રૂપિયા 1.20 લાખથી રૂપિયા 1.30 લાખ પ્રતિ 10 ગ્રામની આજુબાજુ કામકાજ કરી રહ્યું છે. તો શું ભાવ ફરી વખત રૂપિયા 1 લાખથી નીચે સરકી શકે છે તેવો પ્રશ્ન છે.

નવેમ્બરમાં 13 ટકા સુધીનો ઘટાડો અને રિકવરી

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર નવેમ્બર દરમિયાન સોનાના ભાવમાં આશરે 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. મજબૂત અમેરિકી ડોલર, વધતી બોન્ડ યીલ્ડ અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની આશંકાએ સોના પર દબાણ સર્જ્યું છે. 26 નવેમ્બરે MCX ડિસેમ્બર કોન્ટ્રેક્ટનું સોનું ઘટીને રૂપિયા 1,17,906 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે. જોકે ત્યારબાદ તેમાં ભારે સુધારો જોવા મળ્યો અને ફક્ત બે જ ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 8,345 ઉછળીને રૂપિયા 1,26,251 ની ઇન્ટ્રાડે સપાટીએ પહોંચી ગયું.

શું ભાવ ₹1 લાખથી નીચે જશે?

સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અનુજ ગુપ્તાના મતે સોનું ₹1 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. અમેરિકી અર્થતંત્રના સકારાત્મક સંકેતો અને વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની સંભાવના સોનાને ટેકો આપી શકે છે. અમેરિકામાં નવા બેરોજગારી દાવા અપેક્ષા કરતા ઓછા રહ્યા છે અને મકાનોના વેચાણમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે, જે અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે. વ્યાજદર ઘટવાની શક્યતા સાથે લાંબા ગાળે સોનામાં તેજી જળવાઈ રહે તેવી શક્યતા છે.

આગામી સમય માટે સંભવિત રેન્જ

PL કેપિટલના કોમોડિટીઝ હેડ આશિષ રાજોડિયાના મતે વર્ષના સૌથી મોટા ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવ હવે સ્થિરતા તરફ વળી શકે છે.આગામી છ મહિના દરમિયાન સોનું એક રેન્જમાં કામકાજ કરતું રહેશે.તેમના અંદાજ પ્રમાણે, આગામી છ મહિનામાં MCX પર સોનું રૂપિયા 1,12,000 થી રૂપિયા 1,35,000 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ કરી શકે છે.