Gold Price Outlook 2026:સોનાના ભાવ ઓલ-ટાઈમ હાઈથી 30 ટકાથી વધારે ગગડી ગયા, ઈતિહાસની પેટર્ન જોતા વર્ષ 2026ના બાકી સમયમાં શું તેજી પરત ફરશે?

અહેવાલ પ્રમાણે વર્ષ 1980થી અત્યાર સુધીના વર્ષોમાં મોટાભાગે સોનામાં વર્ષ દરમિયાન 10-15 ટકાનો ઘટાડો જોવા મળતો હોય છે. જોકે આ સંજોગોમાં પણ દરેક 4 વર્ષ પૈકી 3 વર્ષ દરમિયાન સોનાના ભાવ એકંદરે પોઝીટીવ વળતર આપતા રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Nov 2026 09:29 AM (IST)Updated: Sat, 21 Nov 2026 09:31 AM (IST)
gold-prices-have-plummeted-by-more-than-30-percent-from-their-alltime-high-looking-at-historical-patterns
gold-silver-price-crash-15-month-low-3-reasons

Gold Price Outlook 2026:વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવ અત્યારે ભારે મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 1.85 લાખ આસપાસ કામકાજ કરતાં હતા તે લેવલથી અત્યારે ભાવ રૂપિયા 1.29 લાખના લેવલ પર આવી ગયું છે. આમ સોનાના ભાવમાં આશરે 30 ટકા ઘટાડો થયો છે. અહેવાલો પ્રમાણે વર્ષ 1980 થી અત્યાર સુધી એટલે કે છેલ્લા 45-46 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી એવો ટ્રેન્ડ રહ્યો છે કે દરેક 4 વર્ષ પૈકી 3 વર્ષ દરમિયાન સોનાએ પોઝીટીવ રિટર્ન આપ્યું છે. એટલે કે આ વર્ષ દરમિયાન ભલે સોનાની કિંમતોમાં ઘટાડો થયો હોય પણ તેમ છતાં મોટાભાગના વર્ષના અંતમાં તેજી પરત ફરી હોય છે. આ સંજોગોમાં હવે પ્રશ્ન એ થાય છે કે શું આ વર્ષના બાકી રહેલા આશરે 40 દિવસના સમયમાં સોનામાં તેજી ફરત ફરશે કે નહીં. 

છેલ્લા 45 વર્ષમાં ગાળાનો કેવો રહ્યો છે ઈતિહાસ

અહેવાલ પ્રમાણે વર્ષ 1980થી અત્યાર સુધીના વર્ષોમાં મોટાભાગે સોનામાં વર્ષ દરમિયાન 10-15 ટકાનો ઘટાડો જોવા મળતો હોય છે. જોકે આ સંજોગોમાં પણ દરેક 4 વર્ષ પૈકી 3 વર્ષ દરમિયાન સોનાના ભાવ એકંદરે પોઝીટીવ વળતર આપતા રહ્યા છે. જેમ કે વર્ષ 2008 દરમિયાન સોનાની કિંમતોમાં આશરે 20 ટકાનો ઘટાડો થયો હતો, પણ વર્ષ પૂરું થતા-થતા તેમાં 29 ટકા પોઝીટીવ વળતર આપ્યું હતું. એવી જ રીતે વર્ષ 2020માં પણ સોનાના ભાવ 14 ટકા ગગડી ગયા હતા, જે વર્ષના અંત ભાગ સુધીમાં 28 ટકા પોઝીટીવ વળતર આપ્યું હતું.

વર્ષ 2026માં ઓક્ટોબર સુધીમાં સોનાના ભાવ આશરે 24 ટકા તૂટી ગયા

એવી જ રીતે વર્ષ 2022માં પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો, પણ વર્ષના અંત ભાગ સુધીમાં તે 12 ટકા રિટર્ન આપ્યું હતું. રહી આ વર્ષની વાત તો વર્ષ 2026માં ઓક્ટોબર સુધીમાં સોનાના ભાવ આશરે 24 ટકા તૂટી ગયા હતા અને વાર્ષિક ધોરણે આશરે 5 ટકા ઘટાડો દર્શાવતા હતા.