Gold Outlook: નવા સપ્તાહમાં સોનું સસ્તુ થશે કે મોંઘુ? કયા પરિબળો મહત્વની ભૂમિકા ભજવશે તે જાણો

Gold Outlook: ભારતીય બુલિયન માર્કેટમાં સોનું સતત સસ્તુ થઈ રહ્યું છે અને વીતેલા સપ્તાહમાં તહેવારોને લીધે મોટાભાગના બજારો બંધ હતા. જોકે હવે સોમવારથી નવા સપ્તાહની શરૂઆત થઈ છે. આ સપ્તાહ એવા કેટલાક પરિબળો છે કે જે સોનાની કિંમતોની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 07:19 AM (IST)Updated: Mon, 16 Nov 2026 07:35 AM (IST)
gold-outlook-will-gold-become-cheaper-or-more-expensive-in-the-coming-week-find-out-which-factors-will-play-a-key-role
Gold Price Outlook

Gold Outlook: ભારતીય બુલિયન માર્કેટમાં સોનું સતત સસ્તુ થઈ રહ્યું છે અને વીતેલા સપ્તાહમાં તહેવારોને લીધે મોટાભાગના બજારો બંધ હતા. જોકે હવે સોમવારથી નવા સપ્તાહની શરૂઆત થઈ છે. આ સપ્તાહ એવા કેટલાક પરિબળો છે કે જે સોનાની કિંમતોની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સૌથી પહેલા તો સોનાની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળે છે.

વિશ્વ બજારો ઉપરાંત ઘરેલુ માંગ પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ સંજોગોમાં મોંઘવારીના આંકડા, અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક તથા પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે તે કિંમતોની દિશા નક્કી કરશે. 

અમેરિકાની ફેડરલ રિઝર્વ તરફથી કેટલાક સંકેત આપવામાં આવી શકે છે. જેની સોનાની કિંમતો પર અસર થઈ શકે છે. આ ઉપરાંત અમેરિકાના બેરોજગારીના આંકડા પર પણ નજર રહેશે. તાજેતરમાં ફેડરલ રિઝર્વએ નાણાં નીતિને લઈ કડક વલણ અપનાવ્યું છે ત્યારે વિશ્વના અન્ય ચલણોની તુલનામાં ડોલરની સ્થિતિ તથા અમેરિકાના બોન્ડ પરના વળતરની સ્થિતિ પણ બુલિયન માર્કેટ પર સીધી અસર કરી શકે છે. જો વ્યાજ દરોમાં વધારો કરવામાં આવશે તો સોનાના ભાવ પર દબાણ જોવા મળશે.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ અને ક્રુડ ઓઈલના ભાવો પણ અત્યંત મહત્વનો ભાગ ભજવશે. જો ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો થશે અને તે સંજોગોમાં મોંઘવારી વધવાના સંજોગોમાં વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે અને સોના પર અસર થઈ શકે છે.

વીતેલા સપ્તાહ દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 4.10 ટકા એટલે કે રૂપિયા 5,847 ગગડી ગયો હતો.જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ આશરે 5 ટકા ગગડીને 3,886.30 ડોલર પ્રતિ ઔંસ થયો છે. હવે જોવાનું રહેશે કે નવા સપ્તાહમાં વૈશ્વિક સંકેતોની ભારતીય બજારો પર કેવી અસર થાય છે. વર્ષ 2026માં સોનાએ નવી ઊંચી સપાટી રૂપિયા 1.85 લાખની સપાટી બનાવ્યા બાદ સતત ઘટાડા તરફી વલણ ધરાવે છે. એવી જ રીતે ચાંદીમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે.