Gold Price:ભારતમાં સોનાની કિંમતો વર્ષ 2007 થી વર્ષ 2025 દરમિયાન રૂપિયા 10 હજારથી રૂપિયા 1.40 લાખની યાત્રા રહી છે. આ દરમિયાન ઘરેલુ કિંમતોમાં સોનાની કિંમતમાં 120 ટકાની તેજી જોવા મળી છે અને રોકાણકારોને 950 ટકા તેજી જોવા મળી છે. સોનામાં જે તેજીનો વ્યાપ પ્રવર્તિ રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી કિંમતોને આભારી છે. CNBCએ તેના અહેવાલને ટાંકી જણાવ્યું છે કે વર્ષ 2007થી વર્ષ 2025 દરમિયાન ડોલરમાં સોનાની કિંમતમાં 310 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ અહેવાલ પ્રમાણે આશરે 900 ટકાનો વધારો થયો છે. રૂપિયાની નબળી સ્થિતિ અને કસ્ટમ ડ્યુટીએ પણ ભારતીય કિંમતોને ઉપર લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેનો અર્થ એવો થાય છે કે ભારતમાં ખરીદી કરનારાઓને મળતું વળતર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત નક્કી કરવા ઉપરાંત ડોલરના ભાવ, રૂપિયાની સ્થિતિ અને ડોલર વચ્ચે વ્યવહારને લગતા દર અને ઈમ્પોર્ટ પર કસ્ટમ ડ્યુટીની અસર જોવા મળે છે.
આ પણ વાંચો
ડિસેમ્બર મહિનામાં વ્યાજ દરોમાં વધારો થવાની આશંકા વચ્ચે સોનામાં વધુ ઘટાડો થઈ શકે છે. અગાઉ જ્યારે સોનું 4300 ડોલર પ્રતિ ઔંસ હતું ત્યારે 4000 ડોલરની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આ અગાઉ સોનું 5600 ડોલર આવ્યું તેની પાછળ ફક્ત મધ્યસ્થ બેન્કની ખરીદી જ જવાબદાર ન હતી. તેમાં શોર્ટ ગામા સ્કીજની ભૂમિકા ભજવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મે મહિનામાં સોનાના ભાવ પ્રતિ ઔંસ 4700 ડોલર પર કામકાજ કરતું હતું. ભારતમાં સોનું 10 ગ્રામ ભાવ રૂપિયા 1.86 લાખની ઊંચી સપાટી બનાવ્યા બાદ સતત ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. ભારતમાં સોનાના ઘટતા ભાવ માટે અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ચાંદીમાં પણ ઊંચા સ્તરેથી તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતા વ્યાજ દરો વચ્ચે કિંમતો પરનું દબાણ અસર જોવા મળે છે.
