Gold Silver Price:સોનું અને ચાંદીમાં સપ્તાહ દરમિયાન તેજી આવશે કે મંદી;જાણો આ માહિતી

પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ અને વૈશ્વિક આર્થિક આંકડાને કારણે આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મજબૂતી અને ભારે વધઘટની શક્યતા છે. નિષ્ણાતોના મતે, સોનું ₹1.57 લાખ અને ચાંદી ₹2.54 લાખ સુધી પહોંચી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 16 Aug 2026 08:08 PM (IST)Updated: Sun, 16 Aug 2026 08:08 PM (IST)
gold-and-silver-prices-will-rise-or-during-the-week-of-august-1722experts-gave-these-reasons

Gold-Silver Outlook:પશ્ચિમ એશિયામાં સર્જાનાર ઘટનાક્રમ અને વૈશ્વિકસ્તરે આર્થિક આંકડાની જાહેરાત વચ્ચે આગામી સપ્તાહ (17-22 August 2026) દરમિયાન સોના-ચાંદીની કિંમતો (Gold-Silver Prices) મજબૂત રહે તેવી શક્યતા છે. જોકે બજારના નિષ્ણાતોનું માનવું છે કે કિંમતોમાં ભારે વધઘટ થઈ શકે છે.

વિશ્વના વિવિધ મહત્વના દેશોના અર્થતંત્રના આંકડા જાહેર થવાના છે. બ્રિટન, યુરોપ અને જાપાનમાંથી મોંઘવારીના આંકડા સાથે ચીનના આર્થિક સંકેતો પર નજર રહેશે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વની FOMC બેઠકની ટિપ્પણી પર નજર રહેશે.

 બજારના નિષ્ણાતોનું માનવું છે કે સોના અને ચાંદીની કિંમતોને લઈ એકંદરે હકારાત્મક છે અને તે અનુક્રમે 10 ગ્રામ દીઠ રૂપિયા 1.57 લાખ અને પ્રતિ કિલો રૂપિયા 2.54 લાખ પહોંચી શકે છે. વીતેલા સપ્તાહમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ઓક્ટોબર સપ્લાઈ માટે સોનાનો ભાવ રૂપિયા 2,686 વધી રૂપિયા 1.54 લાખ રહ્યા છે. જ્યારે MCX પર ચાંદી પણ એક કીલોનો ભાવ રૂપિયા 2.35 લાખ રહ્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ બજારમાં ઔંસ દીઠ ભાવ 4,000 ડોલર પ્રતિ ઔંસ સ્તર નોંધાયા બાદ અત્યાર સુધીમાં 11 ટકાની તેજી રહી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ન્યૂયોર્ક ખાતે ગયા સપ્તાહમાં કોમેક્સ પર ડિસેમ્બર સપ્લાઈ સોનાનો વાયદો 37.6 ડોલર અથવા એક ટકા વધી 4,437.3 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.