Gold and Silver Price:સોના-ચાંદીની કિંમતોમાં તાજેતરની મંદી બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાની કિંમત આશરે 1 ટકા વધીને રૂપિયા 1.54 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ પહોંચી ગયું છે. જ્યારે ચાંદીના ભાવ પણ આશરે 1 ટકા તેજી સાથે રૂપિયા 2.3 લાખની ઉપર કામકાજ કરી રહેલ છે.જોકે, તાજેતરના કેટલાક દિવસોની ચાલ જોતા સોના અને ચાંદીમાં દબાણ જોવા મળે છે. 24 ઓગસ્ટના રોજ MCX પર સોનાના ભાવ રૂપિયા 1.65 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા હતા. જ્યારે 2 સપ્ટેમ્બરના રોજ તેનો ભાવ આશરે રૂપિયા 1.5 લાખ સુધી પહોંચી ગયો હતો. આ સંજોગોમાં ઉપરના લેવલથી ઘટાડા બાદ સોનામાં ફરીથી રિકવરી જોવા મળી રહી છે.
નિષ્ણાતોના મતે તહેવારની સિઝનમાં માંગને પગલે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સોનું વર્ષના અંત સુધીમાં રૂપિયા 1.8 લાખ લેવલ પહોંચી શકે છે. ચાંદી પણ રૂપિયા 3 લાખના લેવલને પાર કરી શકે છે.
જ્યારે 3 મહિનાની અવધિમાં સોનામાં આશરે 3 ટકા અને ચાંદીમાં આશરે 8 ટકા ઘટાડો થયો છે. 6 મહિનાની અવધિમાં સોનું આશરે 4 ટકા, જ્યારે ચાંદી આશરે 11 ટકા નીચે છે.
આજની તેજીના માહોલ વચ્ચે તાજેતરના ઘટાડા બાદ સોનાની ચાલ પર રોકાણકારોની સતત નજર છે.નિષ્ણાતોના મતે આગામી મહિનામાં તહેવારોની સિઝન અને લગ્ન ગાળાની માંગને લીધે સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળી શકે છે.
