Gold Silver Price Today Ahmedabad(September 3,2026):સોના-ચાંદીમાં તાજેતરની મંદી બાદ પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે.અમદાવાદ બુલિયન એસોસિએશનનીની માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 4000 અને કીલો દીઠ ચાંદીના ભાવમાં રૂપિયા 5000નો ઉછાળો આવ્યો છે. વિશ્વ બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી આવી છે.
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 4000 વધી રૂપિયા 1,59,000 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 4000 ઉછળી રૂપિયા 1,58,700 થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 5000 વધી રૂપિયા 2,38,000 રહ્યો હતો.
વિશ્વબજારમાં નીચા લેવલ પર ખરીદીનો ટેકો મળ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌનાના ઔંસદીઠ ભાવ 4450 ડોલરના લેવલ વટાવી દીધા હતા.આ અહેવાલ લખાય છે ત્યારે સોનાનો ઔંસદીઠ ભાવ 78 ડોલર એટલે કે 1.79 ટકા વધી 4,447 ડોલર રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.96 ડોલર એટલે કે 1.48 ટકા વધી 65.83 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 2598 વધી રૂપિયા 155,00 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2734 વધી રૂપિયા 2,39,000 રહ્યા હતા.
