Gold Silver Price Today Ahmedabad(September 12,2026)|આજનો સોનાનો ભાવ:ગઈ મોડી રાત્રે વિશ્વબજારમાં સોના અને ચાંદીમાં ભારે અફરા તફરી જોવા મળી હતી. તેની ઘરઆંગણે બન્ને કિંમતી ધાતુમાં અસર જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ 100 ડોલર ઉપર પ્રતિ બેરલ ભાવ યથાવત રહેતા ફુગાવાનું જોખમ અર્થતંત્ર પર યથાવત છે.
આ દરમિયાન સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે.અમદાવાદ બુલિયન એસોસિએશન તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 500 ઘટી રૂપિયા 157000 થયા છે. જ્યારે ચાંદીના ભાવ રૂપિયા 3000 વધી રૂપિયા 233000 થયા છે.
આ પણ વાંચો
અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું(99.9) રૂપિયા 500 ઘટી રૂપિયા 157000 રહ્યાં છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોના(99.50)નો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,56,700 થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 3000 વધી રૂપિયા 233000 રહ્યો હતો.
ગઈ રાત્રે આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસ દીઠ સોનાના ભાવ 16.99 તૂટી 4348.78 ડોલર કવોટ થયા હતા. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.13 ડોલર એટલે કે 0.21 ટકા વધી 64.49 ડોલર પ્રતિ ઔંસ ભાવ થયા છે.
MCX પર કિંમતોમાં કેવો ફેરફાર થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના ભાવમાં સ્થિર રહ્યા હતા. MCX પર સોનાના ભાવ રૂપિયા 129 તૂટી રૂપિયા 152,655 પ્રતિ 10 ગ્રામ આસપાસ કામકાજ કરતાં જોવા મળ્યાં છે. જ્યારે MCX ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 88 ગગડી રૂપિયા 2,34,886 રહ્યા હતા.
