Gold Silver Price Crash: સોના અને ચાંદી ખરીદવાની યોજના બનાવતા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. ક્રુડ ઓઈલની કિંમતમાં ભારે તેજીને લીધે સોના અને ચાંદીની ચમકને એકરમ ફીક્કી કરી દીધી છે. વૈશ્વિક બજારથી લઈ ઘરેલુ અને સ્પોર્ટ માર્કેટ સુધી દરેક જગ્યાએ કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું 1.45 ટકા અને ચાંદી 3.25 ટકા સસ્તા થઈ ગયા છે. તેની સીધી અસર ઘરેલુ વાયદા બજાર એટલે કે MCX પર થઈ છે. MCX પર સોનું 1.34 ટકા અને ચાંદી 3 ટકા તૂટી ગયા છે.
સરાફા બજારમાં કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (Gold Silver Price IBJA)ની આંકડાકીય માહિતી પ્રમાણે 24 કેરેટ સોનું હવે રૂપિયા 1.42 લાખ પ્રતિ 10 ગ્રામ આવી ગયું છે. ચાંદીની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે.ચાંદી એક જ દિવસમાં રૂપિયા 7000 સસ્તી થઈ ગઈ છે. આ ભારે ઘટાડા બાદ તે પ્રતિ કીલો રૂપિયા 2 લાખથી પણ નીચે આવી ગઈ છે.
ગોલ્ડ અને સિલ્વરનો છેલ્લામાં છેલ્લો રેટ?
ગ્લોબલ બજારમાં કોમેક્સ પર સોનું 1.45 ટકા તૂટી 4100 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી ગયો છે. આ અહેવાલ લખાય છે ત્યારે સોનાનો ઔંસ દીઠ ભાવ 60 ડોલર ગગડી 4089 ડોલર સુધી નીચે આવી ગયો હતો. ચાંદીમાં પણ ભારે ઘટાડો થયો છે. કિંમત 3.25 ટકા તૂટી 55 ડોલર પ્રતિ ઔંસ પર કામકાજ કરે છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શુદ્ધ સોનું (99.9) રૂપિયા એક હજાર ગગડી રૂપિયા 1000 તૂટી રૂપિયા 1,48,000 રહ્યા છે. જ્યારે જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5) રૂપિયા 1000 તૂટી રૂપિયા 1,47,700 રહ્યા છે.
