Gold Silver Price Today:સોના-ચાંદીની કિંમતોમાં મોટો ઊલટફેર, સોનાના ભાવમાં આવ્યો રૂપિયા 1300નો કડાકો, જાણો આજના ભાવ

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર હવામાન જોવા મળતું હતું. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2,11,000 રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવની સમકક્ષ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 21 Oct 2026 10:46 PM (IST)Updated: Wed, 21 Oct 2026 10:46 PM (IST)
major-shift-in-gold-and-silver-prices-gold-price-plunges-by-rs-1300
Gold And Silver Prices

Gold Silver Price Today:જો તમે સોના અથવા ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા હોય તો તમારા માટે આ રાહતના સમાચાર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. રૂપિયો મજબૂત થતા, ક્રુડ ઓઈલની કિંમતો વધતા અને વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે બુધવારે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો(gold silver price crash) જોવા મળ્યો છે.

સોના-ચાંદીની કિંમતોના ભાવઅખિલ ભારતીય સર્રાફા સંઘની માહિતી પ્રમાણે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂપિયા 1300 ઘટી રૂપિયા 1,49,000 થયો છે. જે અગાઉના કારોબારી સત્ર દરમિયાન રૂપિયા 1,50,000 પ્રતિ 10 ગ્રામ બંધ રહ્યો હતો.જ્યારે ચાંદીના ભાવમાં સતત બીજા સેશન દરમિયાન મંદીનો માહોલ જોવા મળ્યો છે અને તે રૂપિયા 1600 ગગડી રૂપિયા 2,13,400 થયો છે, જે સોમવારે રૂપિયા 2,15,000 હતા.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર હવામાન જોવા મળતું હતું. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 2,11,000 રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવની સમકક્ષ છે. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનું (99.9)નો 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,49,000 જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5) રૂપિયા 500 ઘટી રૂપિયા 1,48,700 રહ્યા હતા.

અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ

Date (તારીખ) 24K Gold (10g) 22K Gold (10g)
OCT 21, 2026 149000 148700
Oct 20, 2026 149500 149200
Oct 19, 2026 151000 150700
Oct 17, 2026 150700 150400
Oct 16, 2026 151500 151200
Oct 15, 2026 150500 150200
Oct 14, 2026 151000 150700
Oct 13, 2026 ₹152500 ₹152200
Oct 12, 2026 ₹153000 ₹152700
Oct 08, 2026 ₹152500 ₹152200
Oct 07, 2026 ₹152,500 ₹152200
Oct 06, 2026 ₹153000 ₹152700
Oct 05, 2026 ₹153000 ₹152700
Oct 03, 2026 ₹152000 ₹151700
Oct 01, 2026 ₹153000 ₹152700

બજારના જાણકારોના મતે રૂપિયામાં સતત મજબૂતી અને ઘરેલુ બજારોની કિંમતો પર સતત દબાણની સ્થિતિ જોવા મળી રહી છે. બીજીબાજુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ની દરમિયાનગીરી બાદ રૂપિયો અમેરિકી ચલણ સામે 48 પૈસા મજબૂત થઈ 94.43 પર બંધ રહ્યો છે.

વૈશ્વિકસ્તરે બજારોમાં સોનાના હાજર ભાવ પ્રતિ ઔંસ 4,127.68 ડોલર આસપાસ જોવા મળે છે. જ્યારે ચાંદી 0.48 ટકા ગગડી 57.72 ડોલર પ્રતિ ઔંસ પર કામકાજ કરે છે.

ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો થવાની શક્યતા

બજારના જાણકારોના મતે હાજર સોનાનો પ્રતિ ઔંસ 4,126 ડોલર આસપાર ભાવ સ્થિર છે. જ્યારે ચાંદીનો ભાવ ગયા સત્રમાં પ્રતિ ઔંસ 58.60 ડોલરથી ઘટી 57.10 ડોલર પ્રતિ ઔંસ થયો છે.