Gold Adulteration: સોના જેવી કિંમતી ધાતુમાં રેડિયમ પાઉડર કે અન્ય ભળતા ધાતુનું મિશ્રણને લઈ જે ચર્ચા ચાલી રહી છે તેને લઈ ઓલ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)તરફથી મહત્વની સ્પષ્ટતા કરી છે. IBJAના વડા યોગેશ સિંગલાએ કહ્યું છે કે ગ્રાહકોએ રેડિયમ પાઉડર કે અન્ય કોઈ ધાતુના મિશ્રણની સ્થિતિ અંગે ગભરાવાની જરૂર નથી પણ તેને લઈ ખાસ સાવધાની રાખવાની જરૂર છે.
હોલમાર્કિંગ અને આધુનિક ટેસ્ટીંગની વ્યવસ્થા
તેમના મતે અવાર-નવાર સોનામાં ભેળસેળને લઈ સતત આશંકા વ્યક્ત કરવામાં આવે છે અને છેલ્લા અનેક દાયકાથી આ પ્રકારની માહિતી સામે આવતી હોય છે. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી કે અત્યારના સમયમાં હોલમાર્કિંગ અને આધુનિક ટેસ્ટીંગની વ્યવસ્થા આ પ્રકારના ભેળસેળને સરળતાથી પકડી શકે છે.
ઊંચા તાપમાન પર પીગળી જાય છે
ન્યૂઝ એજન્સીની માહિતી પ્રમાણે યોગેશ સિંગલાએ માહિતી આપી હતી કે તેમણે 45 વર્ષ અગાઉ જ્યારે બિઝનેસ શરૂ કરેલો ત્યારે આ પ્રકારની કિંમતી ધાતુ અંગે ચર્ચા થતી હતી. કેટલાક ઉત્પાદકોએ ભૂતકાળમાં સોનામાં આ પ્રકારની કિંમતી ધાતુને લઈ ઉપયોગ કરવામાં આવતો હતો, પણ તેઓ ક્યારેય સફળ રહ્યા ન હતા અને આ પ્રકારની ધાતુઓ ઊંચા તાપમાન પર પીગળી જાય છે.
સરળતાથી મિશ્રણ અંગે જાણ થઈ જાય છે
જો કોઈ વ્યક્તિ સોનામાં અન્ય ધાતુ કે પાઉડરનું મિશ્રણ કરે છે તો તેને સરળતાથી હોલમાર્કિંગ સેન્ટર, ફાયર અસેઈંગ અને એક્સ-રે ફ્લોરેસેન્સ(XRF) ટેસ્ટ જેવી આધુનિક તપાસ વ્યવસ્થામાં સરળતાથી પકડી શકાય છે. એટલે કે સોના, ચાંદી જેવી શુદ્ધ ધાતુમાં અન્ય કોઈ પણ ધાતુનું મિશ્રણ થયું હોય તો સરળતાથી માલુમ થઈ જાય છે.
ગ્રાહકોએ શું કાળજી રાખવી
ગ્રાહકોએ સોનાની ખરીદી કરતી વખતે હંમેશા BIS હોલમાર્ક ધરાવતા આભૂષણ ખરીદવા જોઈએ અને અધિકૃત જ્વેલર્સ પાસેથી પાકુ બિલ ચોક્કસપણે માંગવું જોઈએ. હોલમાર્કિંગ અને બિલ ઉપરાંત પ્રમાણિત વેચાણકર્તા પાસેથી જ ખરીદી કરીને છેતરપિંડી કે ભેળસેળયુક્ત સોનાની ખરીદીથી સુરક્ષા મેળવી જોઈએ.
