Dhanteras 2026: ધનતેરસ પર સોનું ખરીદતા પહેલાં જાણી લો અસલી અને નકલી સોનાની ઓળખ

તહેવારની સિઝનમાં ભારતમાં સોનું ખરીદવાનું વિશેષ આકર્ષણ રહેલું છે. 6 નવેમ્બરના રોજ ધનતેરસનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે સોના તથા ચાંદીના વેચાણમાં ભારે ઉછાળો આવતો હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 12:09 PM (IST)Updated: Mon, 02 Nov 2026 12:16 PM (IST)
dhanteras-2026-how-to-check-whether-your-gold-is-real-or-fake

Dhanteras 2026: તહેવારની સિઝનમાં ભારતમાં સોનું ખરીદવાનું વિશેષ આકર્ષણ રહેલું છે. 6 નવેમ્બરના રોજ ધનતેરસનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસે સોના તથા ચાંદીના વેચાણમાં ભારે ઉછાળો આવતો હોય છે. હવે વાત એ છે કે આ તહેવારની સિઝનમાં જ્વેલર પાસેથી જે સોના-ચાંદીની ખરીદી કરો છો તે અસલી સોનું છે કે નહીં તેની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

માટે જો તમે જ્યારે પણ ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે જાવો તો તમારે એ બાબત ચોક્કસપણે તપાસ કરી લેવી જોઈએ કે જ્વેલરી પાસેથી તમે ખરીદી રહેલા સોનું કેટલું અસલી છે.

આપણે સૌ એ વાતથી તો પરિચીત છીએ કે આ કિંમતી ધાતુની કિંમત તેની શુદ્ધતાના આધાર નક્કી થાય છે. ઘરેણાની કિંમત તો હંમેશા સોનાની શુદ્ધતાની દ્રષ્ટિએ નક્કી થાય છે. 24 કેરેટ સોનું વધારે મોંઘુ હોય છે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ પ્રમાણમાં સસ્તા હોય છે. તો ચાલો આજે આપણે જાણશું કે કેવી રીતે અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકાય છે.

આ રીતે સોના અને ચાંદીની ઓળખ કરો

જો તમે સોનાના દાગીનાની ખરીદી કરી રહ્યા છો તો તમારે હોલમાર્ક અચૂકપણે તપાસવું જોઈએ. જ્વેલરીની દુકાનોને BIS લગાવવા ફરજિયાત છે. તેમાં કેરેટ અને જ્વેલરનું આઈડેન્ટીફિકેશન માર્ક હોય છે. આ સંજોગોમાં કોઈ પણ જ્વેલરી ખરીદતા પહેલા તેમાં ચોક્કસપણે તપાસ કરી લેવી જરૂરી છે.જ્યારે તમે આ તપાસ કરવું જોઈએ કે સોનું અસલી છે કે નકલી તે નીચે આપવામાં આવેલ વિવિધ રીત મારફતે શુદ્ધતાની ખરાઈ કરી શકાય છે. 

 

એસિડ ટેસ્ટથી જાણો અસલી કે નકલી સોનું

સામાન્ય રીતે સોનાની શુદ્ધતાને ટેસ્ટ કરવા એસિડ ટેસ્ટ સૌથી સરળ અને વિશ્વાસપાત્ર પદ્ધતિ છે. તપાસ માટે અનેક રીત પૈકી આ રીત વધારે સચોટ રહે છે. આ માટે તમારે નાઈટ્રિક એસિડની જરૂર પડી શકે છે. ત્યારબાદ તમારે સોનાને પથ્થર સાથે ઘસવું. ત્યારબાદ ઉઝરડા ધરાવતી જગ્યા પર નાઈટ્રિક એસિડનો ઉપયોગ કરો. જો કોઈ રિએક્શન સર્જાય છે તેના આધારે તમારે સમજી લેવું કે સોનું શુદ્ધ છે કે નહીં. શુદ્ધ સોના પર નાઈટ્રિક એસિડ કોઈ જ રિએક્ટ કરતું નથી. જો રંગ બદલાઈ જાય તો તે સોનામાં મિશ્રણ છે.

વિનેગરથી પણ તપાસ કરી શકાય છે

એસિડ ટેસ્ટ ઉપરાંત તમે વિનેગર મારફતે પણ તપાસ કરી શકો છો કે સોનું અસલી છે કે નકલી. જે રીતે એસિડ ટેસ્ટ સમયે સોનામાં થોડા પ્રમાણમાં લીસોટાથી પ્રક્રિયા કરાય છે તેવી રીતે બાદમાં વિનેગર નાંખો. જો સોનું અસલી છે તો તે કોઈ જ પ્રતિક્રિયા આપશે નહીં. નકલી હશે તો રંગ બદલાઈ જશે.