Dhanteras 2026 Gold Silver Price Outlook:ધનતેરસ 2026 અગાઉ સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે શું ખરીદદારોએ આ સ્થિતિમાં ખરીદી કરવી જોઈએ કે નહીં. બજારના નિષ્ણાતોનું માનવું છે કે લાંબા ગાળા માટે તો સોના-ચાંદીની કિંમતોને લઈ દૃષ્ટિકોણ એકંદરે હકારાત્મક છે. જોકે આગામી મહિનાઓમાં કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી શકે છે. આ સંજોગોમાં રોકાણકારોએ સાથે રોકાણ કરવાને બદલે ધીમે ધીમે ખરીદીને જાળવી રાખવી જોઈએ.
સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ હવે તો રૂપિયા 2 લાખની નીચે આવી ગયા છે અને લગભગ રૂપિયા 1.75 પ્રતિ કીલો લેવલને સ્પર્શી શકે છે. આ સંજોગોમાં રોકાણકારોના મનમાં પ્રશ્ન છે કે ધનતેરસ નિમિત્તે સોના-ચાંદીની કિંમતોમાં વધારે ઘટાડો આવી શકે છે કે કેમ? શું ખરીદી માટે આ યોગ્ય સમય છે?
સોના-ચાંદીમાં ઘટાડા બાદ રોકાણકારોએ શું કરવું જોઈએ?
સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડા વચ્ચે લાંબી અવધિ માટે આ કિંમતી ધાતુને લઈ આશા જોવા મળે છે. લંડન બુલિયન માર્કેટ એસોસિએશન(LBMA)ના 12 મહિનાના અંદાજ પ્રમાણે સોનાના ભાવ આશરે 5,013 ડોલર પ્રતિ ઔંસ તથા ચાંદીના ભાવ પ્રતિ ઔંસ 94.70 ડોલર પહોંચી શકે છે.
રોકાણકારોએ સાવધાની દર્શાવવી જરૂરી
સોનાની તુલનામાં ચાંદીની કિંમતોમાં વધારે તેજી જોવા મળેલી અને હવે વધારે ઝડપી ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી જાન્યુઆરી મહિનામાં આશરે 121.60 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ લેવલ પહોંચી હતી. જોકે ત્યારબાદ આશરે 60 ડોલર પ્રતિ ઔંસથી વધારે ઘટાડો થયો છે. UBSના અંદાજ પ્રમાણે ડિસેમ્બર 2026 સુધીમાં ચાંદી હવે 70 ડોલર પ્રતિ ઔંસ પહોંચી શકે છે. અલબત તાજેતરમાં જે ઘટાડો થયો છે તેને જોતા પ્રત્યાઘાતી સુધારો પણ આવી શકે છે.
બજારના નિષ્ણાતો પોર્ટફોલિયોના દ્રષ્ટિકોણથી રોકાણને અલગ-અલગ રીતે જોઈ શકે છે. શેર, બોન્ડ તથા સોનાના હિસ્સાનો સમાવેશ થાય છે. પોર્ટફોલિયોમાં આશરે 5થી 10 ટકા હિસ્સો સોનામાં રાખી શકાય છે. ધનતેરસ પર સોના અને ચાંદી ખરીદવાની યોજના ધરાવતા હોય તો એક સાથે પૈસાનું રોકાણ કરવાને બદલે અલગ-અલગ સમયે થોડી થોડી ખરીદી કરવી જોઈએ.
