Crude Oil Price:ભારત માટે મુશ્કેલી વધી; ક્રુડ ઓઈલના ભાવ બેરલ દીઠ 105 ડોલરને પાર થયા, કયા કારણોથી કિંમત વધી તે જાણો

Crude Oil Price: ક્રુડ ઓઈલના બજારમાં ગુરુવરે ભારે ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડ આશરે 4 ટકા ઉછળી પ્રતિ બેરલ 105 ડોલર આસપાસ કામકાજ કરે છે. ઈન્ટ્રા-ડેમાં ભાવ પ્રતિ બેરલ 105.82 ડોલર પર પહોંચી ગયા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 10 Sep 2026 09:15 PM (IST)Updated: Thu, 10 Sep 2026 09:15 PM (IST)
crude-oil-price-brent-cross-105-dollar-saudi-arabia-output-cut-know-what-impact-on-india

Crude Oil Price: ક્રુડ ઓઈલના બજારમાં ગુરુવરે ભારે ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડ આશરે 4 ટકા ઉછળી પ્રતિ બેરલ 105 ડોલર આસપાસ કામકાજ કરે છે. ઈન્ટ્રા-ડેમાં ભાવ પ્રતિ બેરલ 105.82 ડોલર પર પહોંચી ગયા હતા.

ક્રુડની કિંમતો આ તેજી પાછળ સાઉદી અરેબિયાના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કારણરૂપ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા ઓઈલ ઉત્પદકો પૈકી આ દેશ તેનું ઉત્પાદન ઘટાડશે તો બજારમાં ક્રુડ ઓઈલની ઉપલબ્ધતા ઓછી થવાની ચિંતા વધી જાય છે. આ સંજોગોમાં ખરીદદારોને ભવિષ્યમાં ક્રુડ ઓઈલના સપ્લાઈને લઈ ડર સતાવી રહ્યો છે.

105 ડોલર કેમ છે અત્યંત મહત્વનું લેવલ

બ્રેન્ટ ક્રુડ આશરે 105 ડોલર નજીક પહોંચી ગયું છે. આ લેવલ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. કારણ કે તેને લીધે પેટ્રોલ-ડીઝલ ઉપરાંત અન્ય ઉત્પાદનો મોંઘા થઈ જશે. ટ્રાન્સપોર્ટ, હવાઈ યાત્રા, મેન્યુફેક્ચરિંગ અને અન્ય ચીજવસ્તુઓનો ખર્ચ વધી શકે છે. 

ભારત જેવા દેશ માટે તેની અસર વધારે મહત્વની છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલની આયાતથી પૂરો કરે છે. ક્રુડ ઓઈલ લાંબા સમય સુધી મોંઘા રહે છે તો દેશની આયાત બિલ વધી શકે છે અને રૂપિયા પર દબાણ આવી શકે છે.

અત્યારે બજારની નજર એ વાત પર છે કે બ્રેન્ટ 105 ડોલરથી ઉપર કેટલા સમય સુધી ટકે છે. જો તેજી યથાવત રહેશે તો મોંઘવારી અને વૈશ્વિક બજારો પર તેની અસરને લઈ ચિંતા વધી શકે છે.