Iran War:રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવા પોકળ સાબિત થયા; સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સ્થિતિ બગડી, જહાજો પર હુમલા રેકોર્ડ લેવલ પહોંચી

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક અધિકારીની માહિતી પ્રમાણે આ સપ્તાહ ઈરાને જણાવ્યું હતું કે ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા તમામ ગેરકાયદેસર માર્ગોને અટકાવી દેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 10 Oct 2026 03:24 PM (IST)Updated: Sat, 10 Oct 2026 03:24 PM (IST)
contrary-to-president-trump-claims-iranian-attacks-on-ships-in-strait-of-hormuz-increased

Iran War:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)સતત દાવો કરી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ(Strait Of Hormuz) તેમના અંકુશમાં છે. જોકે દાવાથી તદ્દન વિપરાત અહીં સ્થિતિ સતત બગડી રહી છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા ઓઈલ ટેન્કરો પર ઈરાનના હુમલા અગાઉની તુલનામાં વધી ગયા છે. CNBCના અહેવાલ પ્રમાણે 4 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 11 ટેન્કર પર હુમલા થયા હતા, જે ફેબ્રુઆરીના અંતભાગથી શરૂ થયેલા યુદ્ધ બાદ કોઈ એક સપ્તાહમાં થયેલા સૌથી વધુ હુમલા છે. 

સોમવારે હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક ટેન્કર પર હુમલા થયો, જેથી 12 નાવિક ઈજાગ્રસ્ત થયા, સમુદ્ર સુરક્ષા કંપની Marisks પ્રમાણે તમામ ઈજાગ્રસ્ત ભારતીય નાગરિક હતા અને જહાજના માલીકોનો હક્ક સંયુક્ત અરબ અમીરતા(UAE)ની એક કંપની પાસે છે.

ઓઈલ સપ્લાઈ અંગે દબાણ વધવાનો પ્રયત્ન

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના મુખ્ય ઓઈલ પરિવહન માર્ગો પૈકી એક છે. અહીં વધતા હુમલાથી પશ્ચિમ એશિયાથી થતા ક્રુડ ઓઈલની નિકાસ યુદ્ધ અગાઉના લેવલ નજીક પહોંચી ગઈ હતી. તેની પાછળનું કારણ અમેરિકાની સેના તરફથી જહાજોની સુરક્ષા અપાતા ઓમાનના તટ પ્રદેશ નજીકથી જહાજો સુરક્ષિત રીતે નિકળતા હતા.સમુદ્રી જોખમ નિયંત્રણક કંપની Windwardના સિનિયર અધિકારી અને વિશ્લેષકના મતે ઓઈલ સપ્લાઈ હજુ પણ આ માર્ગેથી નિકળી રહેલ છે, જોકે તે સમુદ્રી જોખમની દ્રષ્ટિએ ખુબ જ જોખમી છે.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડનો દાવો

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક અધિકારીની માહિતી પ્રમાણે આ સપ્તાહ ઈરાને જણાવ્યું હતું કે ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા તમામ ગેરકાયદેસર માર્ગોને અટકાવી દેશે. ઈરાનના સરકારી મીડિયા પ્રમાણે રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી કે તે આ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર જહાજો સામે કાર્યવાહી કરી રહ્યું છે.